સ્પાઇસ જેટને સમેટી લઇને તેનું લિક્વિડેશન કરવાના મુદ્રાસ હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ત્રણ સપ્તાહનો મનાઇહુકમ આપ્યો છે. ભારતની આ ખાનગી એરલાઇન્સે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કંપની ક્રેડિટ સ્વીસ એજી સાથેના મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસ સ્વિત્ઝર્લેન્ડ સ્થિત ક્રેડિટ સ્વીસને 24 મિલિયન ડોલરના બાકી લેણા સંબંધિત છે.

સ્પાઇસજેટ વતી સિનિયર વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અમે ત્રણ સપ્તાહનો સમય માગી રહ્યાં છીએ. અમે કોઇ ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. સ્વીસ કંપના કંપની કે વી વિશ્વનાથન પણ આ મુદ્દે સંમત થયા હતા. તેથી હાઇ કોર્ટના આર્ડર સામે ત્રણ સપ્તાહનો સ્ટે આપવામાં આવ્યો હતો.

હાઇ કોર્ટના આદેશ સામે સ્ટેટની માગણી કરતા અગાઉ કંપનીએ પોતાની અપીલમાં જણાવ્યું હતું કે કે, જો જલ્દી સુનાવણી નહીં થાય તો એરલાઇન્સ હંમેશા માટે બંધ થઇ જશે. છેવટે સુપ્રીમ કોર્ટે ગંભીરતા પૂર્વક આ કેસમાં 28 જાન્યુઆરીના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યુ હતું.

સ્વિસ ફાઇનાન્સિયલ સર્વિસ કંપની ક્રેડિટ સ્વીસ એજી સાથે 24 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 180 કરોડના બાકી લેણાં સંબંધિત એક દાયકા જૂનો વિવાદ સમાપ્ત કરવા સ્પાઇસ જેટે અપીલ કરી છે. એરલાઇન્સે છેલ્લે ડિસેમ્બર ક્વાર્ટર 2019માં નફો કર્યો હતો. 7 ડિસેમ્બર, 2021ના રોજ મદ્રાસ હાઇકોર્ટની સિંગલ બેન્ચે ક્રેડિટ સ્વીસ એજી, સ્વિત્ઝર્લેન્ડ સ્થિત સ્ટોક કોર્પરેશન અને એક લેણદાર તરફથી દાખલ એક અપીલ પર સ્પાઇસ જેટ લિમિટેડને બંધ કરવા આદેશ કર્યો હતો. જો કે આ આદેશને બે સપ્તાહ માટે ટાળી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્પાઇસ જેટે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી જેને 11 જાન્યુઆરીએ ખંડપીઠ ફગાવી દીધી હતી અને આધેશને 28 જાન્યુઆરી સુધી ટાળી દીધો હતો.