(Photo by Clive Brunskill/Getty Images)

20 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા અને 2008 ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિનર રાફેલ નડાલે ગુરુવારે ટ્વીટર પર ચોંકાવનારી જાહેરાત કરી હતી કે તે આગામી ટોક્યો ઓલમ્પિક અને વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લે.

નડાલે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને લખ્યું કે, નમસ્કાર મેં આ વર્ષે વિમ્બલડન ચેમ્પિયનશિપ અને ટોક્યોમાં થનાર ઓલિમ્પિક રમતોમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ ક્યારેય પણ સરળ નિર્ણય ન હતો. પણ મારા શરીરની સ્થિતિને જોતાં અને પોતાની ટીમની સાથે ચર્ચા કર્યા બાદ હું સમજું છું કે આ નિર્ણય યોગ્ય છે.

નડાલે આ જાહેરાત ફ્રેન્ચ ઓપનની સેમિફાઈનલમાં નોવાક જોકોવિચ સામે મળેલી હારના થોડા દિવસો બાદ કરી છે. નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. જોકોવિચે રફેલ નડાલનું 14મું ફ્રેન્ચ ઓપન જીતવાનું સપનું તોડી દીધું હતું.