પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અગ્રણી એશિયન બિઝનેસમેન – ભાઈઓ સાયમન, બોબી અને રોબિન અરોરા – તેમજ રણજીત બોપારન અને તેમની પત્ની બલજિન્દરનો સમાવેશ યુકેના 50 સૌથી મોટા કરદાતાઓમાં કરાયો હોવાનો ધ સન્ડે ટાઈમ્સે અહેવાલ રજૂ કર્યો છે.

બજેટ રિટેલર B&M ના સૌથી મોટા શેરધારકો અરોરા ભાઈઓની કર જવાબદારી £77.6 મિલિયનની હતી, 2021માં કુટુંબની સંપત્તિ £2,224 મિલિયનની હોવાનો અંદાજ છે. 2020માં તેઓ યાદીમાં 13મા ક્રમે હતા અને તેમની કર જવાબદારી £37 મિલિયનની હતી.

બોપારન હોલ્ડિંગ્સના રણજીત અને બલજિંદર બોપારન આ યાદીમાં 20મા ક્રમે હતા. દંપતીએ £57.4 મિલિયન ટેક્સ ચૂકવ્યો હતો અને ગયા વર્ષે તેમની સંપત્તિ £593 મિલિયન હોવાનો અંદાજ હતો. તેમણે વર્ષ પહેલા £37 મિલિયન ટેક્સ ચૂકવ્યો હતો. ગયા વર્ષે તે પરિવાર 21માં ક્રમે હતો.

અરોરાએ તેમના ભાઈ બોબી સાથે 2005માં નાનકડી, ખોટ કરતી દુકાનોની ચેઇન B&M ખરીદી હતી. 1960 ના દાયકાના અંતમાં તેમના પિતા ખિસ્સામાં માત્ર £10 લઇને ભારતથી યુકે આવ્યા હતા અને બંને ભાઈઓ માન્ચેસ્ટરમાં મોટા થયા હતા.

બોપારન હોલ્ડિંગ્સની સ્થાપના 1993માં થઈ હતી અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી પેઢીના નોંધપાત્ર એક્વિઝિશનમાં 2011માં નોર્ધન ફૂડ્સ અને બ્રુક્સ અવનાનો સમાવેશ થાય છે. અગાઉ, બોપારન રેસ્ટોરન્ટ ગ્રૂપે રેસ્ટોરન્ટ ચેઇન ગોરમેટ બર્ગર કિચન (GBK)ને બચાવી હતી.

ગેમ્બલીંગ ઉદ્યોગસાહસિક અને Bet365ના સ્થાપક ડેનિસ કોટ્સ અને તેના પરિવારે આ વર્ષના ધ સન્ડે ટાઈમ્સ ટેક્સ લિસ્ટમાં ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમણે 12 મહિનામાં પબ્લિક ફાઇનાન્સમાં £480 મિલિયન કરતાં વધુનું યોગદાન આપ્યું છે. 2020/21 માટે ડીનિસ, જ્હોન અને પીટર કોટ્સે £481.7 મિલિયનની કર જવાબદારી ઉઠાવી હતી. 2020 માં, તેણીને £421.2 મિલિયનનો પગાર મળ્યો હતો.

ડિનીસ પછી બીજા ક્રમે ક્રિસ રોકોસ છે. જેની કુલ સંપત્તિ £1,250 મિલિયન અને ટેક્સ જવાબદારી £300 મિલિયન છે, ત્યારબાદ સ્ટીફન રુબિન છે જેમણે કુલ ટેક્સમાં £256.1 મિલિયન ચૂકવ્યા છે.

અન્ય ટોચના દસ કરદાતાઓમાં વેસ્ટન ફેમિલી (£175.4m), ફ્રેડ અને પીટર ડન (£169.8m), લોર્ડ સુગર (£163.4m), પીટર હેરિસ અને ફેમિલી (£141.4m), સર ક્રિસ હોન (£126.1m), લિયોની શ્રોડર અને પરિવાર (£121.2m) અને એલેક્સ ગેર્કો (£117.4m) છે.