(Photo by CESAR MANSO/AFP via Getty Images)

યુવા અભિનેતાઓ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની નવી ફિલ્મ ‘બધાઈ દો’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ભરપૂર કોમેડી છે. આ ફિલ્મનો વિષય અલગ છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે. આ ફિલ્મના પોસ્ટરમાં રાજકુમાર રાવ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળે છે. ભૂમિ એક એવી યુવતીના રોલમાં છે જેને છોકરાઓમાં કોઈ રસ નથી, તેમ છતાં તે એક યુવક સાથે લગ્ન કરે છે.

રાજકુમાર આ ફિલ્મમાં નવા લૂકમાં જોવા મળશે. જ્યારે રાજકુમારની આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે તે અંગે ઘણી હાઈપ હતી. અગાઉ તેની રિલીઝ ડેટ 26 જાન્યુઆરી રાખવામાં આવી હતી પરંતુ કોવિડને કારણે તે ફરીથી મોકૂફ રાખવામાં આવી હતી. હવે તેના ટ્રેલરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.