Vol. 3 No. 282 About   |   Contact   |   Advertise 16th March 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
મોદી–યોગી છવાયા, કેજરીવાલનું કદ વધ્યું

ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો ગયા સપ્તાહે જાહેર થઈ ગયા. દેશમાં સત્તાસ્થાને બિરાજમાન થવા માટે ચાવીરૂપ, મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જોડીએ એક રેકોર્ડ કરી ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તા ટકાવી રાખી લગભગ 36 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. 1985 પછી રાજ્યમાં કોઈ પક્ષની સરકાર ફરીવાર ચૂંટાઈ નહોતી, હવે 2022માં યોગી આદિત્યનાથે તે રેકોર્ડ તોડ્યો છે. જો કે, 2017ની તુલનાએ ભાજપે 50 કરતાં વધુ સીટ ગુમાવી છે.

Read More...
યુકેમાં શુક્રવારથી તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલ નિયંત્રણો રદ

યુકે સરકારે આગામી શુક્રવાર (18 માર્ચ) થી કોરોના મહામારી સંબંધિત બાકીના તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલ નિયંત્રણો ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. દેશમાં પ્રવેશતા પહેલા ફરજિયાત પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનો નિયમ પણ હવે અમલમાં રહેશે નહીં.

Read More...
ભારતીય લેખિકાની હિન્દી નવલકથા બૂકર પ્રાઇઝ માટેના લોંગલિસ્ટમાં

ગીતાંજલિ શ્રી લિખિત નવલકથા ‘ટોમ્બ ઓફ સેન્ડ’નો ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ માટે વિશ્વભરમાંથી પસંદગી પામેલા 13 પુસ્તકોના લોંગલિસ્ટમાં સમાવેશ કરાયો છે.

Read More...
Click Full Screen
ન્યૂ યોર્કમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને છ ભારતીય અમેરિકન્સનું સન્માન

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએસન્સ (FIA) દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરવા બદલ અને મોખરાનું યોગદાન આપવા માટે ઇન્ટરનેશનલ મહિલા દિન નિમિત્તે છ પથદર્શક મહિલાઓનું ન્યૂયોર્કમાં સન્માન કરવામાં આવ્યું હતું.

Read More...
ગુજરાતના ગરબાને યુનેસ્કોના કલ્ચરલ હેરિટેજનો દરજ્જો મળવાની શક્યતા

દુનિયાભરમાં જાણીતા ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વિરાસત (ઈન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી)નો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા છે.

Read More...
યુકેમાં SBIની શતાબ્દી અને લંડન લિસ્ટિંગની સિલ્વર જ્યુબિલીની ઉજવણી

યુકેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શતાબ્દી મહોત્સવ અને લંડન સ્ટોક એક્સ્ચેન્જનમાં લિસ્ટિંગની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી.

Read More...
પ્રોવિડન્ટ ફંડનો રેટ ઘટાડી 8.1% કરાયો, 40 વર્ષમાં સૌથી નીચો

એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પીએફના રેટમાં કાપ મૂકીને દેશના કરોડો કર્મચારીઓને ફટકો માર્યો છે. 2021-22ના ચાલુ નાણાકીય વર્ષ માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડની જમા રકમ પરના વ્યાજદરને અગાઉના વર્ષના 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યા છે.

Read More...
ભારતે ભૂલથી પાકિસ્તાનમાં મિસાઈલ છોડી, તપાસના આદેશ

ભારતે બે દિવસ પહેલા ભૂલથી પાકિસ્તાનમાં મિસાઇલ છોડી હતી. પાકિસ્તાને ફરિયાદ કર્યા બાદ ભારતે આ અંગે સ્પષ્ટતા કરી છે અને ખેદ વ્યક્ત કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ પણ આપ્યો છે.

Read More...
કોંગ્રેસનો પાંચે ય રાજ્યોમાં શરમજનક પરાજય

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં ૩૬ વર્ષ પછી પહેલી વાર સતત બહુમતીની સરકાર રિપીટ થઇ છે. તો બીજી તરફ કોંગ્રેસના પાંચેય રાજ્યોમાં સૂપડાસાફ થઇ ગયા છે.

Read More...
ચાર રાજયોમાં ભવ્ય વિજય પછી વડાપ્રધાન મોદીનું મિશન ગુજરાત

દેશના પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યોમાં 10 માર્ચે ભવ્ય વિજયના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો ભવ્ય રોડ શો સાથે પ્રારંભ થયો હતો.

Read More...
વડાપ્રધાન મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 12 માર્ચે અમદાવાદ ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમમાં 11માં ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરાવ્યો હતા. આ પ્રસંગે ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

Read More...
વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા, સાથે બેસી ખીચડી ખાધી

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન 11 માર્ચે તેમનાં 99 વર્ષના માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર નજીકના રાયસણ ગામે પહોંચ્યા હતાં.

Read More...

  Sports
શ્રીલંકા સામે ભારતનો સપાટો, ટેસ્ટ સીરીઝમાં પણ જંગી વિજય

સોમવારે (14 માર્ચ) ભારતે શ્રીલંકા સામેની સીરીઝના અંતે ફરી એકવાર 238 રને જંગી વિજય હાંસલ કર્યો હતો. આ રીતે, શ્રીલંકાને પણ ભારતે પોતાના ઘરઆંગણે ત્રણ ટી-20 અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝમાં સંપૂર્ણપણે પરાસ્ત કર્યું હતું.

Read More...
પંતના ૨૮ બોલમાં 50, સૌથી ઝડપી અડધી સદીના બે રેકોર્ડ તોડયા

ભારતના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે શ્રીલંકા સામે બેંગલુરુમાં શ્રીલંકા સામેની બીજી, ડે-નાઈટ ટેસ્ટ મેચની ભારતની બીજી ઈનિંગમાં ફક્ત ૨૮ બોલમાં અડધી સદી ફટકારી મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો ૪૦ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો.

Read More...
ઝૂલન ગોસ્વામી, મિતાલી રાજના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં યશસ્વી રેકોર્ડ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાલમાં ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરી ચારમાંથી ત્રણ મેચમાં જ્વલંત વિજય નોંધાવ્યા છે, તો સાથે સાથે ટીમની પીઢ ખેલાડી, ભૂતપૂર્વ સુકાની ઝુલન ગોસ્વામી અને પછી હાલની સુકાની મિતાલી રાજે બે યશસ્વી રેકોર્ડ સર્જ્યા હતા.

Read More...
ચેતેશ્વર પુજારા આ વર્ષે સસેક્સ તરફથી કાઉન્ટીમાં રમશે

ઈંગ્લેન્ડની સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ટીમે ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને આ વર્ષની સીઝન માટે કરારબદ્ધ કર્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડામાં 40% સુધી ઘટાડાની ધારણા

ભારત સરકાર કોરોના મહામારીના આશરે બે વર્ષ બાદ 27 માર્ચથી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ કરવાની જાહેરાત કરી હોવાથી ઇન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા વધી જશે અને એરફેરમાં લગભગ 40 ટકા સુધી ઘટાડો થવાની ધારણા છે. કોવિડના કારણે લગભગ બે વર્ષ સુધી હવાઈ મુસાફરી પર અનેક પ્રકારના નિયંત્રણો હતા. હવે આ નિયંત્રણો દૂર થઈ રહ્યા છે અને ફ્લાઈટની સંખ્યા વધવાની છે જેથી એરફેર સસ્તા થશે તેમ આ સેક્ટરના નિષ્ણાતો માને છે. જર્મનીની લુફ્થાન્સા અને ગ્રૂપ કેરિયર સ્વીસે આગામી કેટલાક મહિનામાં પોતાની ફ્લાઈટની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે સિંગાપોર એરલાઇન્સ તેની ફ્લાઈટની સંખ્યામાં 17 ટકા સુધી વધારો કરે તેવી શક્યતા છે. ડોમેસ્ટિક એરલાઈન ઇન્ડિગો પણ ફ્લાઈટની સંખ્યા વધારવા માટે સજ્જ છે. આગામી બે-ત્રણ મહિનામાં ઇન્ડિગો 100થી વધુ ગ્લોબલ ફ્લાઈટ શરૂ કરવા વિચારે છે.

Read More...
રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની ઓફર કરી

રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલનો સપ્લાય આપવાની ઓફર કરી છે. ભારત સરકાર આ ઓફરનો સ્વીકાર કરવો કે નહીં તેની વિચારણા કરી રહી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી આયાત પર મદાર રાખતા ભારત જેવા દેશ માટે આ ઓફર આકર્ષક છે, પરંતુ સરકાર તેનો જવાબ નક્કી કરતાં પહેલા તમામ પરિબળોને ધ્યાનમાં રાખવા માગે છે. સરકારના વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે છેલ્લાં બેથી ત્રણ દિવસથી ઓપન ઓફર છે કે રશિયા ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલનો સપ્લાય આપવા તૈયાર છે. પરંતુ તેનો અમલ કેવી રીતે કરવો તે સવાલ છે.રશિયાથી ક્રૂડ ઓઇલ ભારતમાં કેવી રીતે લાવવું તે સહિતના વિવિધ પરિબળોની વિચારણા ચાલે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયાના ક્રૂડ ઓઇલની આયાત કરવા માટે સરકારને કોઇ વાંધો નથી, પરંતુ કેટલીક પડકારોની વિચારણા જરૂર છે.

Read More...
NSEના ભૂતપૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ

હિમાલયન કથિત યોગીના ઈશારે ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન કરનાર NSEની ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ કો-લોકેશન કેસમાં રવિવાર રાત્રે ધરપકડ કરી હતી. આ અગાઉ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે કો-લોકેશન કેસમાં તેમના આગોતરા જામીનની અરજી રદ કરી હતી. ચિત્રા પર હિમાલયના કથિત યોગીના ઈશારા પર કામ કરવાનો અને સંવદેશનશીલ જાણકારી શેર કરવાનો આરોપ છે. શનિવારે સીબીઆઈની કોર્ટ દ્વારા ચિત્રા રામકૃષ્ણની આગોતરા જામીનની અરજી રદ કરી દેવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, ચિત્રાની સામે લાગેલાં આરોપ ખુબ જ ગંભીર પ્રકારના છે. સીબીઆઆઈએ તાજેતરમાં એનએસઈના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની ચેન્નઈથી ધરપકડ કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, હિમાલયના યોગી બીજું કોઈ નહીં પણ આનંદ સુબ્રમણ્યમ જ છે.

Read More...
યુરોપની એન્ટિ ડમ્પિંગ તપાસથી મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે

મોરબીના પ્રખ્યાત ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી સામે યુરોપિયન યુનિયનને એન્ટી ડમ્પિંગ તપાસ ચાલુ કરી છે. જો તપાસમાં પૂરવાર થશે તે ટાઇલ ઉત્પાદકો બજાર ભાવ કરતા નીચા ભાવ યુરોપના બજારમાં માલ ડમ્પ કરે છે તો તેના પર જંગી એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની શક્યતા છે. યુરોપિયન યુનિયનને ટર્કીની ટાઇલ સામે પણ આવી તપાસ ચાલુ કરી છે. તેનાથી મોરબીના ટાઈલ ઉત્પાદકોને ફટકો પડી શકે છે. યુરોપિયન સિરામિક ટાઇલ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન (CET)ની ફરિયાદના પગલે આ તપાસ શરૂ થઈ છે. CETએ જણાવ્યું હતું કે છે કે ભારત અને તુર્કીથી મોટા પાયે ટાઈલ્સની આયાત થતી હોવાથી તેમનો બિઝનેસ ઘટી ગયો છે. CETએ પુરાવા તરીકે વેચાણના આંકડા પણ આપ્યા છે.

Read More...
  Entertainment

કોરોનાકાળ પછી હવે અનેક ફિલ્મો રીલીઝ માટે તૈયાર

કોરોના મહામારીના કારણે બોલીવૂડ સહિત સમગ્ર મનોરંજન ઉદ્યોગને આકરો આર્થિક ઝટકો લાગ્યો હતો. હવે કોરોના હળવો થતા થિયેટરો સંપૂર્ણપણે ખુલી ગયા છે, ત્યારે ફિલ્મ નિર્માતાઓ બેક ટુ બેક ફિલ્મો રીલિઝ કરવા આતુર છે. આ વર્ષે કંગના રનોતની ફિલ્મ રીલીઝ થવાની છે. જેમાં બાળ તસ્કરી અને મહિલાઓના શોષણ પર ફોકસ કરવામાં આવ્યું છે. કંગના આ ફિલ્મમાં એજન્ટ અગ્નિના રોલમાં ગુનેગારો સાથે લડતી જોવા મળશે. ટાઇગર શ્રોફની હીરોપંતી ટુ ૨૯ એપ્રિલે રીલિઝ થશે, જેમાં તેની સાથે તારા સુતરિયા જોવા મળશે. વર્ષ ૨૦૧૪માં હીરોપંતી રીલિઝ થઇ હતી જેના દ્વારા ટાઇગરે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોન અબ્રાહમની એકશન ફિલ્મ અટેક ૧લી એપ્રિલના રીલિઝ માટે તૈયાર છે.

Read More...

નસીરૂદ્દીનને શું છે બીમારી?

બોલીવૂડના 71 વર્ષીય પીઢ અભિનેતા નસીરૂદ્દીન શાહ એક બીમારીથી પીડાઇ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે પોતાના આરોગ્ય અંગે સ્પષ્ટતા કરી હતી. નસીરૂદ્દીને એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ ઓનોમૈટોમૈનિઆ નામની બીમારીથી પીડાઇ રહ્યા છે. આને કારણે તેઓ એકની એક વાત વારંવાર કર્યા કરે છે. તેણે આ બીમારી વિશે જણાવ્યું હતું કે, આ પ્રકારની તકલીફ એ એક મેડિકલ કંડીશન છે. હું મજાક કરતો નથી. તમે ઇચ્છો તો ડિકશનરીમાં તમે ચેક કરી શકો છો. આ એક એવી સ્થિતિ છે, જેમાં તમે તમારા શબ્દો અને વાક્યોને વારંવાર રિપીટ કરતા રહો છો. હું કદી આરામથી બેસી શકતો જ નથી. મારી આ તકલીફ એટલી હદે વધી ગઇ છે કે, મારી મનપસંદ વાતને હું નિંદ્રામાં પણ બોલતો હોઉં છું.

Read More...

હોળીએ પ્રકટ થશે દયાભાભી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા…સીરિયલથી જાણીતા બનેલા દયાભાભી ઉર્ફે દિશા વાકાણીની ગેરહાજરી ઓડિયન્સને સતત ખટકી રહી છે. લગ્ન પછી દિશા વાકાણી ઘણાં સમયથી આ શોમાં દેખાયા નથી, પરંતુ હવે તેમના કમબેકની વાતો ચાલી રહી છે. આ વખતે તેઓ એક ફોટોના કારણે ન્યૂઝમાં છે. દિશા વાકાણી ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પડદા પર દેખાયા નથી. શોમાં પરત આવવા અંગેના સમાચાર સમયાંતરે વાઈરલ બને છે. આ વખતે તેમણે પોસ્ટ કરેલા એક ફોટાગ્રાફને જોઈને માનવામાં આવે છે કે, હોળી સુધીમાં તેઓ આ શોમાં કમબેક કરશે. આ ફોટોગ્રાફમાં દિશા વાકાણી દયાભાભીના ગેટઅપમાં જોવા મળે છે અને સાથે તેમનો ભાઈ સુંદર (મયુર વાકાણી) પણ છે. અગાઉ દિશા વાકાણીના કમબેકની વાતો ચાલી હતી ત્યારે તેમણે પ્રોડ્યુસર સામે ત્રણ શરત રાખી હતી.

Read More...

અક્ષયકુમાર ફરી મ્યુઝિક વીડિયોમાં દેખાશે

અક્ષયકુમાર અને બી પાર્કની જોડીએ બે હિટ મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. ફિલહાલ અને ફિલહાલ ટુ ગીતોને દર્શકોએ પસંદ પણ કર્યા છે. હવે આ જોડી ત્રીજું ગીત ગાવા માટે ફરીથી તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા અઠવાડિયામાં અક્ષયકુમાર અને બી પાર્કે વારંવાર મુલાકાત કરી હતી. તેમણે ફરી એક ગીત સાથે ગાવાનો નિર્ણય કર્યો છે. જે ફિલહાલ અને ફિલહાલ ટુ ગીત લઇને આવ્યા હતા એ જ ટીમ એક મ્યુઝિક વીડિયોની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. આ એક લાગણીશીલ ગીત બનશે, જોકે આ ગીતમાં નૂપુર જોવા મળશે કે નહીં તેની કોઇ માહિતી નથી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store