Missing shingles on roof due to storm damage.

મોરબીના પ્રખ્યાત ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી સામે યુરોપિયન યુનિયનને એન્ટી ડમ્પિંગ તપાસ ચાલુ કરી છે. જો તપાસમાં પૂરવાર થશે તે ટાઇલ ઉત્પાદકો બજાર ભાવ કરતા નીચા ભાવ યુરોપના બજારમાં માલ ડમ્પ કરે છે તો તેના પર જંગી એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની શક્યતા છે. યુરોપિયન યુનિયનને ટર્કીની ટાઇલ સામે પણ આવી તપાસ ચાલુ કરી છે.

તેનાથી મોરબીના ટાઈલ ઉત્પાદકોને ફટકો પડી શકે છે. યુરોપિયન સિરામિક ટાઇલ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન (CET)ની ફરિયાદના પગલે આ તપાસ શરૂ થઈ છે. CETએ જણાવ્યું હતું કે છે કે ભારત અને તુર્કીથી મોટા પાયે ટાઈલ્સની આયાત થતી હોવાથી તેમનો બિઝનેસ ઘટી ગયો છે. CETએ પુરાવા તરીકે વેચાણના આંકડા પણ આપ્યા છે. ભારત અને તુર્કીથી ટાઈલ્સ આયાત કરવાના કારણે યુરોપિયન ઉદ્યોગનો બજારહિસ્સો ઘટી ગયો હતો. આ ઉપરાંત EUમાં ટાઈલ્સના ભાવ પણ ઘટ્યા છે. ઉત્પાદકોની દલીલ છે કે તેમણે નફામાં 75 ટકાનો ઘટાડો સહન કર્યો છે જ્યારે આ ઉદ્યોગમાં રોજગારીમાં બે ટકાનો ઘટાડો થયો છે. યુરોપિયન ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીમાં 40 ટકા સુધી ઇન્વેસ્ટમેન્ટ ઘટી ગયું છે.

મોરબીથી દર વર્ષે યુરોપિયન દેશોમાં રૂ.3500 કરોડની ટાઈલ્સની નિકાસ કરવામાં આવે છે. ઇયુની એન્ટી-ડમ્પિંગ તપાસના કારણે આ નિકાસને અસર થઈ શકે છે. ભારત અને તુર્કી અત્યંત નીચા ભાવે પ્રોડક્ટ વેચે છે તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે. એટલે કે આ બે દેશો ડોમેસ્ટિક માર્કેટ કરતા પણ નીચા ભાવે નિકાસ કરે છે.મોરબીમાં ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી ટાલી, રોમાનિયા, હંગેરી, પોલેન્ડ વગેરેમાં નિકાસ કરે છે.