(ANI Photo)

ઈંગ્લેન્ડની સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ટીમે ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને આ વર્ષની સીઝન માટે કરારબદ્ધ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન અને કાઉન્ટી ટીમના કેપ્ટન ટ્રેવિસ હેડે આ વર્ષે નહીં રમવાનો નિર્ણય લીધા પછી તેના સ્થાને 34 વર્ષના આ ભારતીય – ગુજરાતી ખેલાડીનો સમાવેશ કરાયો છે.

સસેક્સ કાઉન્ટીએ પુજારાની સાથે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમદ રીઝવાનને પણ કરારબદ્ધ કર્યો છે. રીઝવાન એપ્રિલમાં કાઉન્ટીના બીજા રાઉન્ડની મેચોમાં જોડાશે.

પુજારાને ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાલમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી નબળા ફોર્મના કારણે પડતો મુકાયો હતો. તે ભારત તરફથી 95 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. પુજારા આ અગાઉ ડર્બીશાયર, યોર્કશાયર તથા નોટિંગહામશાયર તરફથી પણ કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે.

ટ્રેવિસ હેડને ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી વધુ રમવાનું થયું હોવાના કારણે તેમજ પાર્ટનર જેસિકા અને ટ્રેવિસ ટુંક સમયમાં તેમના પ્રથમ બાળકના માતા-પિતા બનવાના હોવાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ વર્ષે કાઉન્ટીમાં નહીં રમવા નિર્ણય કર્યો હતો.