(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા…સીરિયલથી જાણીતા બનેલા દયાભાભી ઉર્ફે દિશા વાકાણીની ગેરહાજરી ઓડિયન્સને સતત ખટકી રહી છે. લગ્ન પછી દિશા વાકાણી ઘણાં સમયથી આ શોમાં દેખાયા નથી, પરંતુ હવે તેમના કમબેકની વાતો ચાલી રહી છે. આ વખતે તેઓ એક ફોટોના કારણે ન્યૂઝમાં છે. દિશા વાકાણી ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી પડદા પર દેખાયા નથી. શોમાં પરત આવવા અંગેના સમાચાર સમયાંતરે વાઈરલ બને છે. આ વખતે તેમણે પોસ્ટ કરેલા એક ફોટાગ્રાફને જોઈને માનવામાં આવે છે કે, હોળી સુધીમાં તેઓ આ શોમાં કમબેક કરશે. આ ફોટોગ્રાફમાં દિશા વાકાણી દયાભાભીના ગેટઅપમાં જોવા મળે છે અને સાથે તેમનો ભાઈ સુંદર (મયુર વાકાણી) પણ છે. અગાઉ દિશા વાકાણીના કમબેકની વાતો ચાલી હતી ત્યારે તેમણે પ્રોડ્યુસર સામે ત્રણ શરત રાખી હતી.

એપિસોડ દીઠ દિશાએ રૂ.1.50 લાખ માગ્યા હોવાનું અને દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરવાની શરત મૂકી હતી. આ સાથે પોતાના બાળક માટે પર્સનલ નર્સરી અને ફૂલ ટાઈમ નેનીની પણ માગણી કરી હોવાનું કહેવાય છે