પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
કોરોના મહામારીના કારણે બોલીવૂડ સહિત સમગ્ર મનોરંજન ઉદ્યોગને આકરો આર્થિક ઝટકો લાગ્યો હતો. હવે કોરોના હળવો થતા થિયેટરો સંપૂર્ણપણે ખુલી ગયા છે, ત્યારે ફિલ્મ નિર્માતાઓ બેક ટુ બેક ફિલ્મો રીલિઝ કરવા આતુર છે. આ વર્ષે કંગના રનોતની ફિલ્મ રીલીઝ થવાની છે. જેમાં બાળ તસ્કરી અને મહિલાઓના શોષણ પર ફોકસ કરવામાં આવ્યું છે. કંગના આ ફિલ્મમાં એજન્ટ અગ્નિના રોલમાં ગુનેગારો સાથે લડતી જોવા મળશે.
ટાઇગર શ્રોફની હીરોપંતી ટુ ૨૯ એપ્રિલે રીલિઝ થશે, જેમાં તેની સાથે તારા સુતરિયા જોવા મળશે. વર્ષ ૨૦૧૪માં હીરોપંતી રીલિઝ થઇ હતી જેના દ્વારા ટાઇગરે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોન અબ્રાહમની એકશન ફિલ્મ અટેક ૧લી એપ્રિલના રીલિઝ માટે તૈયાર છે. જેમાં તેની સાથે જેકવેલિન ફર્નાન્ડિસ અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે.સાઉથના જાણીતા દિગ્દર્શક રાજામોલીની આરઆરઆર ફિલ્મ ૨૫ માર્ચના રીલિઝ થવાની છે. જેમાં રામ ચરણ, જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ કામ કરી રહ્યા છે.
અક્ષય કુમારની ચર્ચિત ફિલ્મ બચ્ચન પાંડે ૧૮ માર્ચના રીલિઝ થઇ રહી છે. જેમાં તેની સાથે ક્રિતી સેનન, જેકલિન ફર્નાન્ડિસ અને અર્શદ વારસી જોવા મળશે.