Akshay Kumar
(Photo by STRDEL/AFP via Getty Images)
અક્ષયકુમાર અને બી પાર્કની જોડીએ બે હિટ મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે. ફિલહાલ અને ફિલહાલ ટુ ગીતોને દર્શકોએ પસંદ પણ કર્યા છે. હવે આ જોડી ત્રીજું ગીત ગાવા માટે ફરીથી તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા અઠવાડિયામાં અક્ષયકુમાર અને બી પાર્કે વારંવાર મુલાકાત કરી હતી. તેમણે ફરી એક ગીત સાથે ગાવાનો નિર્ણય કર્યો છે. જે ફિલહાલ અને ફિલહાલ ટુ ગીત લઇને આવ્યા હતા એ જ ટીમ એક મ્યુઝિક વીડિયોની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. આ એક લાગણીશીલ ગીત બનશે, જોકે આ ગીતમાં નૂપુર જોવા મળશે કે નહીં તેની કોઇ માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે, ફિલહાલ અને ફિલહાલ ટુ બંને ગીતોમાં અક્ષય સાથે ક્રિતી સેનનની બહેન નૂપુર સેનન જોવા મળી હતી. હકીકતમાં આ વીડિયોની કડી એક બીજા સાથે જોડાયેલી હતી. પરંતુ આ વખતે કાંઇક નવું જ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. બી પાર્કને ગીત ગાવાની તક અક્ષયકુમારે જ તેની ફિલ્મ કેસરીમાં આપી હતી. આ ફિલ્મનું તેરી મિટ્ટી… ખૂબ જ લોકપ્રિય થયું હતું. હાલમાં જ બચ્ચન પાંડેમાં પણ બી પાર્કે એક ગીતમાં સ્વર આપ્યો છે.