વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ તાજેતરમાં જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં કોરોના વાઇરસના કેસ છેલ્લા છ અઠવાડિયામાં ત્રણ ગણા વધી ગયા છે, જે વૈશ્વિક સ્તરે થયેલા કુલ સંક્રમણથી અડધા જેટલા છે. આ દરમિયાનમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ બમણો થયો છે, જોકે, ICUમાં ઓછા દર્દીઓ છે. WHO ના યુરોપના ડાયરેક્ટર ડો. હંસ ક્લુગે COVID-19ને ભયંકર અને સંભવિત જીવલેણ રોગ તરીકે વર્ણવ્યું હતું અને તેને લોકોએ ઓછો આંકવો જોઈએ નહીં તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓમિક્રોનના વધુ ચેપી પેટા વેરિયન્ટ સમગ્ર યુરોપમાં રોગની નવી લહેર માટે જવાબદાર બની રહ્યા છે અને તે સંક્રમણ લાંબાગાળાના કોવિડ તરફ દોરી શકે છે. ક્લુગે કહ્યું હતું કે, ‘કેસો વધવાની સાથે, હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ વધી રહ્યો છે.