અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વધુ એક ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી અમેરિકામાં વસતા ભારતીયો સહિતના વિદેશીઓની મુશ્કેલી વધી શકે છે. ટ્રમ્પે 5 ટકા રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ નામના બિલ અંતર્ગત લાગુ પડનારો આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર લાગશે. આ યોજના અમલમાં મુકાઈ તો એનો સૌથી મોટો ગેરફાયદો ભારતીયોને થશે, કારણ કે, વૈશ્વિકસ્તરે ભારતીયો જ વતનમાં સૌથી વધુ નાણાં મોકલે છે.
દેશનો વહીવટી ખર્ચ ઓછો કરીને દેશની આવક વધે એવા અનેક પગલાં ટ્રમ્પ લઈ રહ્યા છે. આ બિલમાં અમેરિકન નાગરિક ન હોય એવા વિદેશીઓ દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર 5 ટકા રેમિટન્સ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મુકવામાં આવી છે, જે ફક્ત રોકડ જ નહીં, પરંતુ કોઇપણ પ્રકારે મોકલાતી નાણાંકીય સહાયને આ ટેક્સ લાગુ પડશે.

 

LEAVE A REPLY