ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂજ એરફોર્સ સ્ટેશન ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળોના જવાનોને સંબોધન કર્યું હતું (@PIB_India via PTI Photo)

ભારતના ઓપરેશન સિંદૂર પછી ભૂજ એર ફોર્સ સ્ટેશનની પ્રથમ વખત મુલાકાતે આવેલા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથે શુક્રવારે જણાવ્યું હતું કે ઇન્ટરનેશન મોનેટરી ફંડ (IMF)એ પાકિસ્તાનને આપવામાં આવેલી 1 અબજ ડોલરની સહાય પર પુનર્વિચાર કરવો જોઇએ કારણ કે ઇસ્લામાબાદ તેનો ઉપયોગ આતંકવાદી ભંડોળ માટે કરી શકે છે.

ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયુ ન હોવાનો સ્પષ્ટ સંકેત આપીને તેમણે જણાવ્યું હતું કે “જે કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું. અમે યોગ્ય સમયે આખી દુનિયાને આખી તસવીર બતાવીશું. અમે સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે, તો તેમની સાથે યોગ્ય રીતે કાર્યવાહી કરાશે. અમે આતંકવાદ સામે વધુ જોરદાર અને મજબૂત જવાબ આપવા માટે તૈયાર છીએ

રાજનાથ સિંહે ભૂજ એરફોર્સ સ્ટેશન પરની એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તથા આતંકવાદ સામેની ઝુંબેશને અસરકારક રીતે આગળ ધપાવવા બદલ ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી હતી. તાજેતરમાં ચાર દિવસના સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને ભૂજના એરફોર્સ બેઝ પર પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતાં.

ભૂજપમાં સૈનિકોને સંબોધનમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ભારત એવું ઇચ્છતું નથી કે IMFના ભંડોળનો ઉપયોગ પાકિસ્તાન અથવા અન્ય કોઈ દેશમાં આતંકવાદી માળખા બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. એરફોર્સની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યુ હતું કે વાયુસેનાએ તેની બહાદુરી, હિંમત અને ગૌરવથી નવી અને વધુ ઊંચાઈઓ સ્પર્શી છે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાને નાશ પામેલા આતંકવાદી માળખાનું ફરી નિર્માણ શરૂ કર્યું છે, અને તેની સરકારે જૈશ-એ-મોહમ્મદના વડા અને યુએને આતંકવાદી જાહેર કરેલા મસૂદ અઝહરને આપવા માટે સામાન્ય પાકિસ્તાની નાગરિકો પાસેથી કર વસૂલ્યો છે.પાકિસ્તાન સરકારે મુરિદકે અને બહાવલપુરમાં લશ્કર-એ-તૈયબા અને જેઈએમના આતંકવાદી માળખાને ફરીથી બનાવવા માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે.

LEAVE A REPLY