મુંબઈ એરપોર્ટ પરથી આજે ISISના બે ત્રાસવાદીઓ ઝડપાયા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા ISIS પૂણે સ્લીપર મોડ્યુલ મામલે બે ત્રાસવાદીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ થઇ છે. એજન્સીએ અબ્દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હાખાન નામમાં વોન્ટેડ ત્રાસવાદીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બન્ને ત્રાસવાદીઓની ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પરથી ધરપકડ કરવામાં આવી છે.
NIA માટે આ મોટી સફળતા મળી છે. કારણે આ બન્ને છેલ્લા બે વર્ષથી ફરાર હતાં. આ તેમના પર 3-3 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ બંને ISIS માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા. ભારતીય સેના ત્રાસવાદીને શોધવા માટે અત્યારે અનેક ઓપરેશન ચલાવી રહી છે, જેમાં આ ધરપકડ પણ એક મોટી સંફળતા છે.
ભારત વિરોધી ગતિવિધિમાં આઠ અન્ય ISIS પુણે સ્લીપર મોડ્યુલ સભ્યો પણ સામેલ છે જેમની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ અત્યારે NIAની ન્યાયિક કસ્ટડીમાં જ છે. આ ત્રાસવાદીઓ હિંસા અને આતંક દ્વારા દેશમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના ISISના એજન્ડા સાથે ભારતમાં અશાંતિ અને હિંસા ફેલાવવા માટે આવ્યાં હતાં.

LEAVE A REPLY