Getty Images)

જાણીતી ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચ પછી બે અન્ય રેટિંગ એજન્સીઓ ગોલ્ડમેન સાખ્શ અને ઇંડિયા રેટિંગ્સે ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. બંને રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષ એટલે કે 2020-21માં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં અંદાજે 12 થી 15 ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળી શકે છે.

ગોલ્ડમેન સાખ્શનું અનુમાન, ઇન્વેસ્ટમેંટ બેંક ગોલ્ડમન સેક્શ ના અનુમાન મુજબ ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 14.8 ટકા જેટલો ભારે ઘટાડો આવી શકે છે. આ પહેલા  દ્વારા 11.8 ટકાનું અનુમાન જાહેર કરાયું હતું.એક તપાસ બુકમાં કહ્યું, જૂન ત્રિમાસિકના જીડીપીના આંકડાને ધ્યાનમાં લઇ અમે ભારતના જીડીપીનું અનુમાનમાં મોટો ફેરફાર કરી રહ્યાં છે. અમારું અનુમાન છે કે આ કેલેન્ડર વર્ષ 2020માં જીડીપીમાં 11.1 ટકા અને નાણાંકીય વર્ષ 2020-21માં 14.8 જેટલો ઘટાડો આવી શકે છે.
ઇંડિયા રેટિંગનું જેવી સ્વદેશી રેટિંગ એજન્સીનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2021-22માં અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી જશે અને તેમાં 9.9 ટકા જેટલો વધારો થઇ શકે છે. એજન્સીના જણાવ્યાં અનુસાર ચીનની જીડીપી આ વર્ષે વધશે અને તેની આર્થિક વૃદ્ધિ દર 2.7 ટકા સુધી રહી શકે છે.