જૂન માસમાં ઇંગ્લેન્ડમાં પબ ઉપરનો લોકડાઉન પ્રતિબંધ હટાવ્યા પછી સરકાર વર્કરોને તેમના ડેસ્ક પર પાછા ફરવા પ્રોત્સાહિત કરી રહી છે અને અર્થવ્યવસ્થાને બહાર કાઢવાના પ્રયાસમાં સરકારે સોમવારથી અડધા ભાવે ડિસ્કાઉન્ટ આપી મીલ ડીલ યોજના જાહેર કરી છે પરંતુ તેમ છતાં કેટલીક કંપનીઓ આ અઠવાડિયે પણ વર્કરોને કામ પર લાવવાના સરકારના પ્રયત્નોનો પ્રતિકાર કરે છે.

સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચના વરિષ્ઠ અર્થશાસ્ત્રી પાબ્લો શાહને ડર છે કે રાજધાની ખાસ કરીને ડિજિટલ અને ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાના “મઝા”ના સ્થળ તરીકેનુ પદ ગુમાવી શકે છે. સ્પષ્ટ કહીએ તો ગયા અઠવાડિયે લંડન તેની જરૂરી પ્રતિભા કરતા વધારે આકર્ષક લાગ્યું નથી.”

સરકારે શનિવારથી ઇંગ્લેન્ડમાં એમ્પલોયર્સને વર્કર્સને કામે આવવા દેવા મંજૂરી આપી હતી. પરંતુ બેન્કો, કાનૂની કંપનીઓ અને ટેક કંપનીઓ સહિત, ઘણા લોકો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. ફાઇનાન્સ અને ઇન્સ્યુરંશ કંપનીઓ આવતા વર્ષ સુધી કર્મચારીઓને પાછા ઓફિસે આવકારવા માંગતી નથી. CBER આગાહી કરે છે કે 2021માં પણ લંડન સ્થિત 30% કર્મચારીઓ કોઈપણ દિવસે ઘરેથી કામ કરતા હશે. આનાથી લંડન તેની તેજસ્વીતાને પુન:સ્થાપિત કરી શકશે નહીં અને લંડન આર્થિક પ્રવૃત્તિમાં તીવ્ર ઘટાડો નોંધાવી શકે છે.

માર્ચ અને જૂનની વચ્ચે લંડનના એમ્પલોયમેન્ટ હબ નજીકની દુકાનો, પબ અને ખાણી-પીણીના બિઝનેસીસે આશરે £2.3 બિલીયનની આવક ગુમાવી હતી. ગૂગલ અને નેટવેસ્ટ ગ્રૂપે કર્મચારીઓને 2021 સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. તો લોયડ્સ બેન્કિંગ ગ્રૂપ, એચએસબીસી અને બાર્કલેઝના ઘણા કર્મચારીઓ ઓછામાં ઓછા સપ્ટેમ્બર સુધી ઘરેથી કામ કરશે તેવી અપેક્ષા છે.