ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ગુરુવારે ચમોલીમાં નિર્માણાધીન નમામી ગંગે પ્રોજેક્ટમાં થયેલા વીજ કરંટ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને મળ્યા. હતા (ANI Photo)

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારના પર આવેલા નમામી ગંગે પ્રોજેક્ટના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બુધવારે વીજળીનો કરંટ લાગવાથી 16 લોકોના કરૂણ મોતના મોત થયાં હતા અને સાત ઘાયલ થયાં હતાં. ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આ ભયંકર દુર્ઘટના બની હતી. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા AIIMS-ઋષિકેશ ખસેડવામાં આવ્યાં હતા.  

ચમોલીના એસપી પ્રમેન્દ્ર ડોભાલે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ સાઈટ પર કામ કરી રહેલા એક વ્યક્તિને મંગળવારે મોડી રાત્રે વીજ કરંટ લાગ્યો હતો અને તેનો અહેવાલ તૈયાર કરવા પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. સવાર 11.30 વાગ્યા સુધી વીજળી કરંટ પ્લાન્ટ સંકુલમાં લગાવવામાં આવેલી એક મેટલ રેલિંગ પર ફેલાયો હતો અને તેનાથી 16 લોકોના મોત થયાં હતાં. પોલીસે આ ઘટનાના કારણોની તપાસ ચાલુ કરી હતી. માર્યા ગયેલા 15 લોકોમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રદીપ રાવત અને ત્રણ હોમગાર્ડ જવાનોનો સમાવેશ થાય છે. ઘણા લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.  

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ સ્થિતિની સમીક્ષા કરવા અને પીડિત પરિવારોને મળવા માટે સ્થળ પર જવા રવાના થયાહતા. મુખ્યમંત્રીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યાં હતાં તથા દરેક મૃતકના પરિજનોને રૂ.5 લાખ અને ઘાયલોને રૂ.1 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ધામીએ આ દુર્ઘટનાના દોષિતો સામે કડક પગલાં લેવાની પણ જાહેરાત કરી હતી.  

મુખ્યપ્રધાનની સૂચનાને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ એડિશન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. અભિષેક ત્રિપાઠીને તપાસ અધિકારી તરીકે નીમ્યા હતા એક સપ્તાહની અંદર વિગતવાર તપાસ રિપોર્ટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો. 

LEAVE A REPLY

eighteen + 8 =