પ્રતિક તસવીર

કાર્લિંગ અને કોબ્રા પછી હવે વૈશ્વિક બ્રુઇંગ ગ્રૂપ, મોલ્સન કૂર્સે પણ તેમની કેટલીક નોકરીઓ માટે સીવી જોવાનું બંધ કર્યું છે અને તેના હ્યુમન રીસોર્સીસ, સેલ્સ અને ટેકનિકલ સેવાઓની ટીમોની ચોક્કસ ભૂમિકાઓ માટેના અરજદારોને હવે અનુભવ, શિક્ષણ અને વિશિષ્ટ કૌશલ્યોની વિગતો આપવાનું કહેવાશે નહીં.

બ્રિટનમાં લગભગ 2,200 લોકોને રોજગારી આપતી કંપનીમાં 500 વિભાગનો સમાવેશ થાય છે અને ત્યાં ટ્રાયલ ચાલી રહી છે. કંપની હવે ભરતી પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ બનાવવા અને વધુ વૈવિધ્યસભર લોકોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે.

આ યોજનાનો લાભ મેળવનારા પ્રથમ લોકોમાં એક હેન્ના બટલર હતા, જેઓ જુનિયર ટેલેન્ટ એક્વિઝિશન કન્સલ્ટન્ટ તરીકે HR ટીમમાં હમણાં જ જોડાયા છે. મોલ્સને બ્રિજ ઓફ હોપ કેરિયર્સ સાથે પણ જોડાણ કર્યું છે, જે ઓછા ફાયદાકારક પૃષ્ઠભૂમિના અરજદારો સાથે બિઝનેસને જોડે છે. બ્રુઅરના પશ્ચિમ યુરોપના મેનેજિંગ ડિરેક્ટર ફિલ વ્હાઇટહેડે જણાવ્યું હતું કે તેઓ એક સમાવિષ્ટ એમ્પ્લોયર બનવા માટે પ્રયત્નશીલ છે અને પ્રતિભા ધરાવતા લોકોને સારી નોકરી મેળવવાથી અટકાવતા અવરોધોને દૂર કરવાના નવા રસ્તાઓ શોધી રહ્યા છે.

LEAVE A REPLY