ભારત સરકારે મંગળવારે ‘નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ’ (NLEM)ની યાદીમાં ૩૪ દવાનો ઉમેરો કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પગલાથી દર્દીના ખિસ્સા પરનો બોજ ઓછો થશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જીવનજરૂરી દવાઓની યાદીમાં નવી દવાઓ ઉમેરવાની જાહેરાત કરી હતી. સરકારના આ પગલાંથી કેન્સરની સારવાર માટેની દવાઓ, એન્ટિબાયોટિક્સ અને વેક્સિન્સના ભાવમાં ઘટાડો થશે.

આઇવરમેક્ટિન, મ્યુપિરોસિન અને મેરોપેનમ જેવી ઇન્ફેક્શનની સારવામાં વપરાતી દવાઓને પણ લિસ્ટમાં સામેલ કરાઈ છે. આ સાથે યાદીમાં દવાઓની સંખ્યા વધીને ૩૮૪ થઈ છે. કેન્સરની સારવારમાં વપરાતી ચાર મુખ્ય દવાને પણ આ લિસ્ટમાં ઉમેરવામાં આવી છે. જેમાં બેન્ડામ્યુસ્ટિન હાઇડ્રોક્લોરાઇડ, ઇરિનોટેકન એચસીઆઇ ટ્રાઇહાઇડ્રેટ, લિનાલીડોમાઇડ અને લ્યુપ્રોલાઇડ એસિટેટનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

6 + fourteen =