4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે ગુરુવારે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વધારા સાથે, રાજ્ય સરકારના કર્મચારીઓનું ડીએ, જે અગાઉ 42 ટકા હતું તે હવે 46 ટકા થશે, એમ રાજ્ય સરકારના ઠરાવ (GR) માં જણાવાયું હતું.

ડીએમાં 1 જુલાઈ, 2023થી અસરથી વધારો કરવામાં આવ્યો છે અને કર્મચારીઓને છેલ્લા આઠ મહિનાનું એરિયર્સ આપવામાં આવશે. આ નિર્ણયથી લગભગ 4.45 લાખ રાજ્ય સરકારના કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનરોને લાભ થશે. સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં તેનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પણ નિર્ણય કર્યો છે, જ્યારે રાજ્યના કર્મચારીઓએ 10 ટકા ચૂકવવા પડશે

LEAVE A REPLY

twenty − sixteen =