IMAGE VIA GUJARAT GOVT** Tokyo: (PTI Photo)

આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ રવિવારે સવારે જાપાનના ટોક્યો પહોંચ્યું હતું. સમિટની 10મી આવૃત્તિ 10 અને 12 જાન્યુઆરી, 2024 વચ્ચે યોજાશે.

જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું  સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિમંડળે યામાનાશી પ્રીફેક્ચરના ગવર્નર કોટારો નાગાસાકી સાથે બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોએ યામાનાશી હાઇડ્રોજન કંપનીની મુલાકાત લીધી હતી. તેઓએ યામાનાશી ગવર્નર સાથે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં ગુજરાતમાં રોકાણની સંભાવના વિશે ચર્ચા કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે કરેલી વિવિધ પહેલની વિગતો પણ આપી હતી. તેમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન લક્ષ્યાંકનો સમાવેશ થાય છે. તેમણે નાગાસાકીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 202માં જોડાવા અને રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં નવી તકો ઊભી કરવા આમંત્રણ પણ આપ્યું હતું.

પ્રતિનિધિમંડળ સમિટના પ્રચાર માટે અગ્રણી ઉદ્યોગપતિઓ અને જાપાનના વિવિધ પ્રાંતોના ગવર્નરો સાથે વન-ટુ-વન બેઠકો કરી હતી. સમિટ પૂર્વે, ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન જાપાન અને સિંગાપોરની મુલાકાતે છે.

LEAVE A REPLY