આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે ફંડ એકત્ર કરવા માટે કોંગ્રેસે 18 ડિસેમ્બરથી દેશવ્યાપી ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન ચાલુ કરવાની જાહેરાત કરી હતી.
18 વર્ષથી વધુ ઉંમરના લોકો અભિયાનમાં ઓછામાં ઓછા રૂ.138 અથવા રૂ.1,380, રૂ.13,800 જેવા ગુણાંકમાં દાન કરી શકે છે. પાર્ટીએ આ ક્રાઉડફંડિંગ માટે બે ઓનલાઈન ચેનલ બનાવી છે. પક્ષના નેતા કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે આ પહેલ મહાત્મા ગાંધીના ઐતિહાસિક ‘તિલક સ્વરાજ ફંડ’થી પ્રેરિત છે, જે સો વર્ષ પહેલાં 1920-21માં શરૂ કરવામાં આવી હતી. તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) પ્રમુખો પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયા દ્વારા આ ઝુંબેશ વિશે જાગૃતિ ફેલાવશે.
વેણુગોપાલે જણાવ્યું હતું કે રાજ્ય-સ્તરના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, PCC વડાઓ અને AICC અધિકારીઓને ઓછામાં ઓછા 1,380 રૂપિયાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.