ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે કે કેન્દ્રમાં ભાજપ સરકારના 10 વર્ષમાં દરમિયાન આતંકવાદીઓ તેમના જ ઘરમાં ધૂસીને ઠાર કરાયા છે.
ઉત્તરાખંડના ઋષિકેશમાં એક જાહેર રેલીને સંબોધતા, વડા પ્રધાને તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો પર ભાર મૂક્યો હતો કે એનડીએ શાસન હેઠળ જ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી.
મોદીએ જણાવ્યું હતું કે આજે દેશમાં એક મજબૂત સરકાર છે. આ ‘મજબૂત મોદી સરકાર, હેઠળ આતંકવાદિયો કો ઘર મેં ઘુસ કે મારા જાતા હૈ’ ભારતીય ત્રિરંગો યુદ્ધ ક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરંટી બની ગયો છે. સાત દાયકા પછી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે અને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો હતો. તે અમારી મજબૂત સરકાર હતી જેણે સંસદમાં મહિલા માટે 33 ટકા અનામત સુનિશ્ચિત કરી છે. જનરલ કેટેગરીના ગરીબોને પણ 10 ટકા અનામત આપવામાં આવી છે.
દેશમાં નબળી સરકાર હતી ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે “કોંગ્રેસના શાસનમાં સૈનિકો પાસે બુલેટપ્રૂફ જેકેટ પણ નહોતા. દુશ્મનની ગોળીઓથી બચાવવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. ભાજપે જ પોતાના સૈનિકોને ભારતમાં બનાવેલા બુલેટપ્રૂફ જેકેટ્સ આપ્યા, તેમના જીવ બચાવ્યા. આજે બધું જ આધુનિક રાઈફલ્સથી લઈને ફાઈટર પ્લેન અને એરક્રાફ્ટ કેરિયર્સ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે.