નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી તા. 26 ઓગસ્ટ 2024 સોમવારના રોજ કરવામાં આવી હતી.
ભક્તો અને દર્શનાર્થીઓએ પ્રાર્થના કરી આદરપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનના પારણાને ઝુલાવ્યા હતાં. પરંપરા મુજબ મંદિરમાં ભવ્ય અન્નકૂટ અર્પણ કરાયો હતો.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસર નિમિત્તે સાંજની સભા દરમિયાન સંતોએ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય જીવન અને કાલાતીત ઉપદેશો વિશે વાત કરી હતી. બાળકો, યુવાનો અને સંતોએ જન્મોત્સવ આરતી સાથે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય જન્મને ચિહ્નિત કરી ભક્તિમય ભજનો કિર્તન સાથે પારણું ઝુલાવી ઉત્સવનું આનંદપૂર્વક સમાપન કર્યું હતું.
 

            












