January 20, 2025. REUTERS/Carlos Barria

ગ્લોબલ ઇન્ડિયન કમ્યુનિટી સંગઠન ઈન્ડિયાસ્પોરાએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યાં હતાં અને આશા વ્યક્ત કરી હતી કે નવી સરકાર હેઠળ અમેરિકા-ભારત સંબંધો સતત વિકાસ પામશે.
ઈન્ડિયાસ્પોરાના સ્થાપક ચેરમેન એમ આર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે ઇન્ડિયાસ્પોરા અને ભારતીય-અમેરિકન

સમુદાય વતી હું અમેરિકાના 47માં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે અમેરિકામાં નવા રાજકીય વાતાવરણમાં યુએસ-ભારત સંબંધો સતત વિકાસ પામશે. બંને દેશોના સૌથી વરિષ્ઠ સરકારી અધિકારીઓએ પ્રેસિડન્ટ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન મજબૂત સંબંધો સ્થાપિત કર્યા હતાં અને આ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે યુએસમાં મજબૂત દ્વિપક્ષીય સમર્થન છે.

તેમના બીજા કાર્યકાળમાં ટ્રમ્પે નાગરિક અધિકારો, રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં ઘણા ભારતીય-અમેરિકનોની નિમણૂક કરી છે.તેમાંના અગ્રણીઓમાં હરમીત કૌર ધિલ્લોન, વિવેક રામાસ્વામી, કાશ પટેલ, જય ભટ્ટાચાર્ય અને શ્રીરામ કૃષ્ણનનો સમાવેશ થાય છે.

ઈન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડારેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ઈન્ડિયાસ્પોરાના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં ભારતીય ડાયસ્પોરાના રાજકીય ભાગીદારીમાં વધારો કરવાનો તથા યુએસ-ભારત સંબંધોને મજબૂત કરવાનો છે. રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના ભારતીય-અમેરિકનોને સરકારમાં વરિષ્ઠ ભૂમિકાઓ મળી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે પણ આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. ઈન્ડિયાસ્પોરા દ્વિપક્ષીય સંવાદોને પ્રોત્સાહન આપવાની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments