એલન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે ટેલિકોમ વિભાગ દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું છે. હવે આ કંપની ફક્ત ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે IN-SPACE તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્ટારલિંક ભારતમાં રૂ. 840માં એક મહિના માટે અનલિમિટેડ ડેટા પ્રદાન કરશે. સ્ટારલિંક આ લાયસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. અગાઉ યુટેલસેટ વનવેબ અને રિલાયન્સ જિયોને પણ આવી મંજૂરી મળી છે. તે ભારતીય ટેલિકોમ માર્કેટમાં જિયો અને એરટેલ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. સ્ટારલિંકની સર્વિસ ખાસ તો એવા વિસ્તારો માટે ફાયદાકારક રહેશે જ્યાં ફાઇબર કે મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓને શહેરી યુઝર્સ માટે માસિક ચાર્જ ₹ 500 રાખવાની ભલામણ કરી છે. જેના કારણે સેટેલાઇટ કોમ્યુનિકેશન સ્પેક્ટ્રમ પરંપરાગત ટેરેસ્ટ્રિયલ સેવાઓ કરતાં વધુ મોંઘા બને છે. નિષ્ણાતો માને છે કે પ્રીમિયમ કિંમતને કારણે, સ્ટારલિંક જેવી આર્થિક રીતે મજબૂત કંપનીઓને ભારતના શહેરી બજારમાં અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં કોઈ સમસ્યા થશે નહીં. સ્ટારલિંક એ એલન મસ્કની કંપની સ્પેસ એક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે. તે લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ છે. તેની મદદથી, વિશ્વના દૂરના વિસ્તારોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે ભારતમાં સ્ટારલિંક સર્વિસ શરૂ કરશે. સ્ટારલિંક 500થી 550 કિલોમીટરની ઊંચાઈએ ઘણા નાના ઉપગ્રહો દ્વારા કામ કરે છે. કંપનીએ 2021માં ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. જોકે, ભારત સરકાર તરફથી જરૂરી મંજૂરી ન મળવાને કારણે, કંપનીએ ત્યારે પ્રી-બૂકિંગ બંધ કર્યું હતું.
