(ANI Photo)

ભારતીય ફળોની નિકાસ માટે એક સીમાચિહ્નરૂપ ગતિવિધિમાં એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ગુરુવારે કર્ણાટકથી લંડન માટે દેશના તાજા જાંબુના પ્રથમ શિપમેન્ટને લીલી ઝંડી આપી હતી. અગાઉ માત્ર ફ્રોઝન જાંબુની નિકાસ થતી હતી અને તાજા જાંબુની દેશની આ પ્રથમ નિકાસ છે.

દેશના વિવિધ ભાગોમાં ઉત્પન્ન થતા પરંપરાગત ફળ વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે આ કન્સાઈનમેન્ટ રવાના કરાયું હતું. APEDAએ કહ્યું હતું કે જાંબુ સીધા જ ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન (FPO) પાસે જ ખરીદીને નિકાસ કરાયા હતાં. અનંત ઓર્ગેનિક પ્રોડક્ટ્સના માલિક અને નિકાસકાર પાર્થસારથીએ કહ્યું હતું કે નિકાસને કારણે ફ્રેશ જાંબુની સારી કિંમત ઉપજશે.

ખેડૂતોને સ્થાનિક બજારમાં જાંબુના ભાવ સરેરાશ કિલોગ્રામ દીઠ રૂ50-60 મળે છે, પરંતુ નિકાસ મારફતે સરેરાશ ભાવ કિલોગ્રામ દીઠ રૂ.110 મળશે. આ કન્સાઈનમેન્ટ અપેડા અને પ્લાન્ટ ક્વોરન્ટાઈન એપ્રૂવ્ડ પેકહાઉસ ખાતે પેક કરાયું હતું. કર્ણાટકમાં જાંબુની સારી એવી ખેતી થાય છે.

LEAVE A REPLY