અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ અને રિલાયન્સ ગ્રુપની કંપની જિયો-બીપીએ દેશભરમાં એકબીજાના પેટ્રોલ પંપો પર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વેચાણ માટે ભાગીદારી કરી છે. માર્ચ 2024માં મધ્યપ્રદેશમાં અદાણી પાવર પ્રોજેક્ટમાં રિલાયન્સે 26% હિસ્સો ખરીદ્યા પછી આ બીજી વખત છે જ્યારે હરીફ અબજોપતિઓએ ભાગીદારી કરી છે.
આ ભાગીદારી હેઠળ પસંદગીના અદાણી ટોટલના આઉટલેટ્સમાં Jio-bpના પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરાશે અને Jio-bpના આઉટલેટ્સમાં અદાણી ટોટલનાના કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)નું વેચાણ કરાશે. અદાણી ટોટલ ગેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી એકબીજાના માળખાગત સુવિધાઓનો લાભ લેવા સક્ષમ બનાવશે, જેનાથી ગ્રાહક અનુભવ અને ઓફરોમાં વધારો થશે
અદાણી અને ટોટલ એનર્જીના સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગેસ ભારતની અગ્રણી સિટી ગેસ વિતરણ કંપની છે. અદાણી ટોટલ ગેસ પરિવહન ક્ષેત્ર માટે કમ્પ્રેસ્ડ બાયોગેસ, EV ચાર્જિંગ અને LNG પણ પૂરો પાડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપી વચ્ચેના સંયુક્ત સાહસ Jio-bp પેટ્રો પેદાશોનું વેચાણ કરે છે. અદાણી ટોટલ ગેસ પાસે હાલમાં 650 CNG સ્ટેશનોનું નેટવર્કનું છે જ્યારે Jio-bp 2000 આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે.
