શ્રી પંચમુખ હનુમાન મંદિર અને ધાર્મિક એકેડેમી દ્વારા ટોરેન્સ, CA ખાતે સતત ત્રીજા વર્ષે 23 ઓગસ્ટના રોજ ટોરેન્સ ખાતે “જય હો 2025”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતીય સ્વતંત્રતા દિવસ પ્રસંગે સ્વતંત્રતા, ભારતીય વારસા અને એકતાના જીવંત પ્રદર્શનની ઉજવણી માટે હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

“જય હો – એમ્બ્રેસીંગ ડાઇવર્સીટી” થીમ હેઠળ ભવ્ય ત્રિરંગા પ્રવેશદ્વાર અને 36 ફૂટ પહોળા સ્ટેજ અને બેકડ્રોપ હેઠળ ટોરેન્સમાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું ગતિશીલ મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું. ભરતનાટ્યમની શક્તિ સ્કૂલે ઉજ્જવળ પ્રદર્શન આપ્યું હતું, જ્યારે રાજ્યવાર પરેડમાં ભારતની વિવિધ ટેપેસ્ટ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એક્ઝિક્યુટિવ કમિટીના થીમ ડાન્સ અને ધ્વજ-વિનિમય સમારોહમાં સ્કાઉટ્સ દ્વારા ભારતીય અને અમેરિકન રાષ્ટ્રગીતો રજૂ કરાયા હતા. જેણે ઉપસ્થિત સૌની લાગણીઓ અને દેશભક્તિને ઉત્તેજિત કરી હતી.

બાળકોની રમતો અને ખાણીપીણીના સ્ટોલ વચ્ચે, ટોરેન્સ અને પાલોસ વર્ડેસના મહાનુભાવો સમુદાયના નેતાઓ સાથે જોડાયા. આ પ્રસંગે શહેરના સત્તાવાર કેલેન્ડરમાં 15 ઓગસ્ટને ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે ઔપચારિક રીતે માન્યતા આપવાનો પ્રસ્તાવ સામેલ કરાયો હતો.

આ પ્રસંગે કર્નલ ગુરપિંદર સિંહ અને લેફ્ટનન્ટ કર્નલ તેજિન્દર કૌર સહિત ભારતીય સેના અને નૌકાદળના ભૂતપૂર્વ સૈનિકોનું સન્માન કરાયું હતું. તો સ્વયંસેવક અનય સરનનું સન્માન કરીને યુવા નેતૃત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બાળકો સાથે પરિવારો બોલીવુડના તાલ પર સ્ટેજ પર નાચવા માટે જોડાયા હતા. આ ઉત્સવે ભારતીય અમેરિકન યુવાનોમાં ભારતીય વારસાનું જતન કરવાના પોતાના સાંસ્કૃતિક મિશન પર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY