ટ્રમ્પે
File photo.

ભારત વિરુદ્ધ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો મિજાજ નરમ પડ્યો હોવાનો વધુ એક સંકેત મળ્યો હતો. ભારતીય વડાપ્રધાનને ખૂબ જ સારા મિત્ર ગણાવીને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા અંગે વાતચીત ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવા આતુર છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પના આ નિવેદનને આવકારીને ભારત-અમેરિકાને નેચરલ પાર્ટનર ગણાવ્યાં હતાં. આમ ચાર દિવસમાં બંને નેતાઓ વચ્ચે બીજી વખત સોશિયલ મીડિયા મારફત વિચારોનું આદાનપ્રદાન થયું હતું.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મને આશા છે કે ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થશે.

મોદીએ સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો કે ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. મને વિશ્વાસ છે કે બંને દેશોની વચ્ચેની ટ્રેડ ડીલ અંગેની મંત્રણા ભારત-અમેરિકાની ભાગીદારી અપાર સંભાવનાઓનો માર્ગ મોકળો કરશે. બંને દેશોની ટીમ જલદીથી જલદી આ મામલે ચર્ચા પૂર્ણ કરવા કામ કરી છે. હું પણ પ્રમુખ ટ્રમ્પ સાથે વાતચીત કરવા ઉત્સુક છું. બંને દેશોના લોકો માટે એક ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.

LEAVE A REPLY