પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઇન્ડિયન-અમેરિકનો ડેમોક્રેટિક ઉમેદવારોને રિપબ્લિકન ઉમેદવારો કરતાં આશરે 3 ગણુ વધુ ચૂંટણીફંડ આપ્યું હતું. 2020ની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ભારતીય-અમેરિકનોએ ડેમોક્રેટિક ઉમેદવારોને 46.6 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું હતું, જ્યારે રિપબ્લિકન ઉમેદવારોએ 16.3 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું.

‘એન ઇમર્જિંગ લોબી: એન એનાલિસિસ ઓફ કેમ્પેઈન કોન્ટ્રીબ્યુશન્સ ફ્રોમ ઈન્ડિયન-અમેરિકન્સ (૧૯૯૮–૨૦૨૨)’ નામના એક રીસર્ચ રીપોર્ટમાં આ ખુલાસો થયો હતો. આ રીપોર્ટ અશોકા યુનિવર્સિટીના કર્ણવ પોપટ અને વિષ્ણુ પ્રકાશ તથા મિશિગન યુનિવર્સિટીના જોયોજીત પાલે સાથે મળીને તૈયાર કર્યો હતો.

સપ્ટેમ્બર 2025 માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ઓપનસિક્રેટ્સ દ્વારા સંકલિત ફેડરલ ચૂંટણી પંચના ડેટાનો ઉપયોગ કરીને બે દાયકાના રાજકીય દાનનું વિશ્લેષણ કરાયું હતું.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ 2020ની પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન ભારતીય-અમેરિકનોએ ડેમોક્રેટિક ઉમેદવારોને 46.6 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું હતું, જ્યારે રિપબ્લિકન ઉમેદવારોએ 16.3 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું.2016માં ભારતીય-અમેરિકનોના યોગદાનનો માત્ર 0.6 ટકા ભાગ તત્કાલીન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં ગયો હતો.

ભારતીય-અમેરિકનોની સંખ્યા હવે ૪.૯ મિલિયનથી વધુ છે, જેમાંથી ૨૦૨૪ની ચૂંટણીમાં છ કોંગ્રેસમાં ચૂંટાયા હતા. આ અભ્યાસ 2024ની ચૂંટણીને આવરી લેવાઈ ન હતી. પરંતુ આ ચૂટણી પણ સમુદાયની વધતી જતી રાજકીય ભાગીદારી અને ડેમોક્રેટિક ઉમેદવારો માટે પસંદગી પર ભાર મૂકે છે.

 

LEAVE A REPLY