હ્યુસ્ટનમાં સેવા ડાન્સિંગ સ્ટાર 2025 કાર્યક્રમમાં સંસ્કૃતિ અને સમુદાય ભાવનાનો એક ચમકતો ઉત્સવ જોવા મળ્યો હતો જેમાં કુલ 60 ટીમોના 400થી વધુ નૃત્ય કલાકારોએ શાસ્ત્રીય, સિનેમેટિક અને લોક શૈલીઓમાં મંત્રમુગ્ધ કરતા નૃત્યો રજૂ કર્યા હતો. ખીચોખીચ ભરાયેલા હોલમાં પ્રેક્ષકો સમક્ષ શહેરના વંચિત બાળકોને ઉત્થાન માટે એક હૃદયસ્પર્શી મિશન તરીકે ભંડોળ એકત્ર કરાયું હતું.

સેવા ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત, વાર્ષિક સ્પર્ધાનો હેતુ તેના ASPIRE કેન્દ્રો માટે ભંડોળ એકત્ર કરવાનો અને જાગૃતિ લાવવાનો હતો, જે સાઉથ વેસ્ટ હ્યુસ્ટનમાં બાળકો માટે શાળા પછીનું શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ પહેલ શૈક્ષણિક સહાય, વ્યક્તિગત વિકાસ અને કેરેક્ટર બિલ્ડીંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે વંચિત પૃષ્ઠભૂમિના યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય આપવામાં મદદ કરે છે.

ભારતીય નૃત્ય પરંપરાઓની ઊંડાઈ અને વિવિધતાને જોઇને પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડીંગ ઓવેશન આપી તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લેવાયા હતા.

સેવા ઇન્ટરનેશનલના સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, કાર્યક્રમને સુગમ રીતે ચલાવવા માટે પડદા પાછળ અથાક મહેનત કરી હતી. તેમના સમર્પણે સાંજને સાંસ્કૃતિક ભવ્યતા અને આશાના કિરણમાં પરિવર્તિત કરી દીધી હતી.

LEAVE A REPLY