અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) દ્વારા 2024માં ભારતીય વંશના દર્દીઓ માટે મહત્વપૂર્ણ જરૂરિયાત સમાન દાતાઓના પૂલને વિસ્તૃત કરવા માટે શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સ્ટેમ-સેલ ડોનર ઝુંબેશને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે.

સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ માનવ લ્યુકોસાઇટ એન્ટિજેન (HLA) મેચિંગ પર આધાર રાખે છે, જે વંશીયતા-વિશિષ્ટ છે, અને ભારતીય દર્દીઓને ઘણીવાર સુસંગત દાતાઓ શોધવા માટે સંઘર્ષ કરવો પડે છે.

AAPI ના તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ, ડૉ. સતીશ કથુલા અને વર્તમાન પ્રમુખ ડૉ. અમિત ચક્રવર્તીના નેતૃત્વ હેઠળ, આ ઝુંબેશએ મિલવાઉકી, એટલાન્ટા, સાન હોઝ, લોસ એન્જલસ, હ્યુસ્ટન, ડલ્લાસ અને શિકાગો સહિતના શહેરોમાં સભ્યો અને યુવા જૂથોને એકત્ર કર્યા છે. સ્થાનિક હાઇ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને નોંધણી ઝુંબેશનું આયોજન કરવામાં, તેમના યોગદાન માટે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

સ્ટેમ સેલ ડ્રાઇવના અધ્યક્ષ ડૉ. શશી કુપ્પલાએ કહ્યું હતું કે  “હજારો દર્દીઓ ટકી રહેવા માટે ટ્રાન્સપ્લાન્ટ પર આધાર રાખે છે. ભારતીય સમુદાય તરફથી મળેલો પ્રતિસાદ જબરદસ્ત રહ્યો છે.”

સ્વયંસેવકો ચીક સ્વેબ કીટ દ્વારા નોંધણી કરાવે છે અને HLA ડેટા સુરક્ષિત રીતે સંગ્રહિત કરયા છે. જો તે મેળ ખાય તો દાતાઓ સ્થાનિક રીતે લોહીના નમૂના પૂરા પાડે છે, જેમાં તમામ મુસાફરી ખર્ચને આવરી લેવામાં આવે છે.

યુ.એસ.માં મળેલી સફળતાના આધારે, AAPI DATRI અને ગ્લોબલ એસોસિએશન ઓફ ઇન્ડિયન મેડિકલ સ્ટુડન્ટ્સ સાથે ભાગીદારી કરીને ભારતમાં પણ આ કાર્યનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં જાન્યુઆરી 2026માં ભુવનેશ્વરમાં ગ્લોબલ હેલ્થ સમિટમાં એક મુખ્ય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જસવીર સૌજન્ય: AAPI

વધુ માહિતી માટે જુઓ: www.aapiusa.org

LEAVE A REPLY