યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી શનિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયા હતા. તેમણે સરદાર @150 યુનિટી માર્ચના સમાપન સમારંભમાં હાજરી આપીને સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, સરદાર @150 યુનિટી માર્ચના સમાપન સમારોહના સાક્ષી બનવું મારા માટે ગૌરવની વાત છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનથી હું અત્યંત પ્રભાવિત થયો છું. રાષ્ટ્રીય એકતા પ્રત્યે સરદાર સાહેબનો અડગ વિશ્વાસના કારણે 562થી વધુ દેશી રજવાડાઓને એક કરી શક્યા અને અખંડ ભારતના નિર્માણ જેવી ઐતિહાસિક ઘટનાને વૈશ્વિક ઇતિહાસમાં અનોખું સ્થાન અપાવ્યું છે. આજે અહીં ઉપસ્થિત યુવાનોમાં મેં સરદાર પટેલનો જ આત્માવિશ્વાસ અનુભવ્યો. સરદાર પટેલ માત્ર ભારતના નેતા નથી પણ તેઓ સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.













