દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા નજીક આવેલા સોલ્સવિલે ટાઉનશિપના એક બારમાં શનિવાર 6 ડિસેમ્બર વહેલી સવારે થયેલા આડેધડ ફાયરિંગમાં 3 બાળકો સહિત 11 લોકોના મોત અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હતી. હુમલા પાછળનો હેતુ હજી સ્પષ્ટ થઈ શક્યો નથી
દક્ષિણ આફ્રિકન પોલીસ સર્વિસે જણાવ્યું કે, આ હુમલો સોલ્સવિલે ટાઉનશિપમાં આવેલા એક લાયસન્સ વગરના બારમાં થયો હતો. ત્રણ બંદૂકધારીઓએ આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. હુમલાખોરોએ અચાનક બારમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.પોલીસ અધિકારીઓએ હુમલાખોરોની શોધખોળ ચાલુ કરી હતી










