કન્ઝર્વેટિવ પક્ષના નેતા કેમી બેડેનોકે ગ્રુમિંગ ગેંગ કૌભાંડમાં સંડોવાયેવા ગુનેગારોની વંશીયતા અને ધર્મની ભૂમિકાની સ્પષ્ટ તપાસ કરવા માટે ગ્રુમિંગ ગેંગ્સની રાષ્ટ્રીય તપાસની હાકલ કરી છે.

તેમણે સરકારી તપાસ માટે સંદર્ભની શરતોના ડ્રાફ્ટનું અનાવરણ કરતા કહ્યું હતું કે તપાસમાં “કોઈ કસર છોડવી જોઈએ નહીં.”  તેમણે કાઉન્સિલ, પોલીસ દળો અને સંભવિત સરકારી સંસ્થાઓની તપાસ કરવાની માંગણી કરી હતી.

બચી ગયેલા લોકોના ઇનપુટ સાથે તૈયાર કરાયેલ ડ્રાફ્ટ શરતો, ગુનેગારોની “ખાસ ધાર્મિક, વંશીય અથવા રાષ્ટ્રીય લાક્ષણિકતાઓ” પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને શું અધિકારીઓ આ પરિબળોને કારણે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા છે તે જાણવા માંગે છે.

બેડેનોકે અત્યાર સુધીની તપાસના સંચાલનની ટીકા કરી, લેબર પર પ્રગતિમાં વિલંબ કરવાનો અને પીડિતોના અવાજોને અવગણવાનો આરોપ મૂક્યો હતો.

શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલ્પે દરખાસ્તોને “વિશ્વસનીય” અને “વ્યાપક” ગણાવી કહ્યું હતું કે બચી ગયેલા લોકોએ કન્ઝર્વેટિવ માળખામાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જેનો હેતુ તપાસને સંપૂર્ણપણે સ્વતંત્ર, કાયદેસર અને પુરાવાને ફરજિયાત બનાવવાનો છે.

બેરોનેસ કેસીના અહેવાલમાં એશિયન પુરુષોની ગેંગને આ ગુનાઓ માટે અપ્રમાણસર રીતે જવાબદાર હોવાનું દર્શાવવામાં આવ્યું છે, કેટલાક વિસ્તારોમાં પોલીસે રેસીસ્ટ તરીકેનું લેબલ લાગવાના ડરને કારણે તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. બેડેનોકે ભાર મૂક્યો હતો કે બચી ગયેલા લોકોની જરૂરિયાતો અને સંપૂર્ણ જવાબદારી તપાસના કેન્દ્રમાં હોવી જોઈએ.

LEAVE A REPLY