સાઉથ અમેરિકન દેશ મેક્સિકોએ ભારત પર લાદેલી એકતરફી 50 ટકા ટેરિફ સામે સરકાર યોગ્ય પગલાં લેશે. અગાઉથી ચર્ચાવિચારણા કર્યા વગર ટેરિફમાં એકપક્ષીય વધારો સહકારી આર્થિક જોડાણની ભાવના અથવા બહુપક્ષીય વેપાર પ્રણાલીના પાદર્શકતાના સિદ્ધાંતો સાથે સુસંગત નથી, એમ ભારત સરકારના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે તે એકપક્ષીય ટેરિફ વધારાવાના નિર્ણય અંગે આ સાઉથ અમેરિકન દેશના દેશના સંપર્કમાં છે અને પરસ્પર ફાયદાકારક ઉકેલ શોધવા વાતચીત કરી રહી છે. આની સાથે નવી દિલ્હી તેના નિકાસકારોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર પણ ધરાવે છે. બંને દેશો મુક્ત વેપાર કરાર માટે ટૂંક સમયમાં વાટાઘાટો પણ શરૂ કરશે.
મેક્સિકોએ એવા દેશો સામે ટેરિફ લાદી છે કે જે તેની સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) ધરાવતા નથી. આવા દેશોમાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ભારતે 2024-25માં મેક્સિકોમાં 5.75 અબજ ડોલરની નિકાસ કરી હતી. આ ઉપરાંત ત્યાંથી આશરે 2.9 અબજ ડોલરની આયાત પણ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ભારત મેક્સિકો સાથેની તેની ભાગીદારીને મહત્વ આપે છે અને બંને દેશોના બિઝનેસ અને ગ્રાહકોને લાભ થાય તેવા સ્થિર અને સંતુલિત વેપાર વાતાવરણ તરફ સહયોગથી કામ કરવા તૈયાર છે. બંને દેશો મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવા માંગે છે અને ઔપચારિક રીતે વાટાઘાટો શરૂ કરવા માટે શરતો (ToR)ને ટૂંક સમયમાં અંતિમ રૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. મેક્સિકોની સંસદે 11 ડિસેમ્બર 2025એ ટેરિફ પગલાંને મંજૂરી આપી હતી. આ નિર્ણય મુજબ એફટીએ ન ધરાવતા દેશો પર 5થી 50 ટકા જેટલું ટેરિફ લાદવામાં આવશે














