અમેરિકાના વર્જિનિયામાં ભારતીય મૂળના દંપતી અને અન્ય ત્રણ લોકોની ડ્રગ્સ અને સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરાઈ હતી. ફેડરલ અને સ્થાનિક એજન્ટોએ ગુનાહિત પ્રવૃત્તિના કેન્દ્ર ગણાતા એક મોટેલ પર દરોડા પાડ્યા હતાં.
નોર્થ વર્જિનિયાના ફેડરલ વકીલોના જણાવ્યા અનુસાર, 52 વર્ષીય કોશા શર્મા અને 55 વર્ષીય તરુણ શર્મા પર તેમના રેડ કાર્પેટ ઇનના ત્રીજા માળનો ઉપયોગ ડ્રગ્સના વેચાણ અને વેશ્યાવૃત્તિ કરતાં હતા, જ્યારે મહેમાનોને નીચેના માળે રાખતા હતાં.
ગુનાહિત પ્રવૃત્તિનું કેન્દ્ર ગણાતી આ મોટેલ પર ફેડરલ અને સ્થાનિક એજન્ટોએ દરોડા પછી આ કાર્યવાહી કરી હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, મે 2023થી, કોશા શર્મા, ઉર્ફે મા અથવા મામા કે, અને તરુણ શર્મા, ઉર્ફે પોપ અથા પા, અને કોશા એલએલસી “રેડ કાર્પેટ ઇન” તરીકે વ્યવસાય કરે છે, તેમણે મોટેલ ભાડે લીધી છે. કોશા અને તરુણ શર્મા પરિણીત છે. તેમણે મોટેલમાં વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સના વેચાણને મંજૂરી આપી હતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી થતા નફામાંથી એક ભાગ લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે કોશા વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સ શોધતા લોકોને ત્રીજા માળે રાખતી હતી અને જો પોલીસ ઘટનાસ્થળે પહોંચે તો તેમને ચેતવણી આપતી હતી, ઘણીવાર અધિકારીઓને રૂમમાં પ્રવેશતા અટકાવતી હતી.
પોલીસે કથિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી બદલ અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમાં ૫૧ વર્ષીય માર્ગો પિયર્સ, ૪૦ વર્ષીય જોશુઆ રેડિક અને ૩૩ વર્ષીય રાશાર્ડ સ્મિથનો પણ સમાવેશ થાય છે.
કોર્ટના દસ્તાવેજો મુજબ મે અને ઓગસ્ટ 2025ની વચ્ચે પ્રિન્સ વિલિયમ કાઉન્ટી અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ગુપ્ત એજન્ટોએ દલાલો અને ગ્રાહકોના વેશમાં ઓછામાં ઓછા નવ વખત મોટેલની મુલાકાત લીધી હતી. ઓછામાં ઓછી આઠ મહિલાઓને વેશ્યાવૃત્તિ કરાવવામાં આવી હતી, જેમાં સ્મિથ, કેટલાક અનામી વ્યક્તિઓ સાથે મળીને, તેમની સાથે સેક્સ માટે $80 થી $150 વસૂલતા હતાં. આ મહિલાઓને બહાર જવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, પોલીસે જણાવ્યું હતું કે તેમનું શારીરિક શોષણ પણ કરવામાં આવ્યું હતું.












