અકસ્માત
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સ્લાઉના બ્લેક પાર્ક રોડ સાથેના જંકશન નજીક અક્સબ્રિજ રોડ પર ત્રણ કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 30 વર્ષના ગુજરાતી યુવાનનું મૃત્યુ થયું હતું.

થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સવારે લગભગ 11 વાગ્યે બ્લેક પાર્ક રોડ સાથેના જંકશન નજીક A412 અક્સબ્રિજ રોડ પર BMW, ગ્રે વોક્સવેગન ગોલ્ફ અને ગ્રે પોર્શ ટેકન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં BMW  કાર ચલાવતા 30 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

દુર્ઘટના બાદ સ્લાઉના 42 વર્ષના એક વ્યક્તિની ખતરનાક ડ્રાઇવિંગ દ્વારા મૃત્યુ નિપજાવવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે તપાસ હેઠળ છોડી દેવામાં આવ્યો હતો.

પોલીસે તે સમયે રસ્તા પર રહેલા કોઈપણ વ્યક્તિ અથવા જેમની પાસે ડેશકેમ ફૂટેજ હોય તેમને ઓનલાઈન રિપોર્ટ કરવા અથવા 101 પર ફોન કરીને, રેફરન્સ 4326 003 9730 કહી માહિતી આપવા અથવા તો 0800 555 111 પર ચેરિટી ક્રાઈમસ્ટોપર્સને કૉલ કરવા અપીલ કરી છે.

બનાવ અંગે માહિતી પૂરી પાડવા ફેસબુક પર કરાયેલી અપીલમાં જણવાયું હતું કે ગઈકાલે રવિવારે ત્રણ કારની ટક્કરમાં યુવાને દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કોઈ તે સમયે વિસ્તારમાં હોય, ઘટનાનું સાક્ષી હોય અથવા ડેશકેમ ફૂટેજ ધરાવતા હોય તો કૃપા કરીને થેમ્સ વેલી પોલીસનો સીધો સંપર્ક કરવા અમારી નમ્ર વિનંતી છે. ચાલુ તપાસમાં ગમે તેટલી નાની લાગતી માહિતી ખરેખર ફરક લાવી શકે છે.

LEAVE A REPLY