હરે કૃષ્ણ પ્રોજેક્ટ દ્વારા યુકેની શાળાઓમાં શ્રીલ પ્રભુપાદના ભાગવદ ગીતા સહિતના મૂળ પુસ્તકોનું વિતરણ કરવાના હેતુથી 2026 બુક મેરેથોનને ટેકો આપવા માટે ભંડોળ આપવા અપીલ શરૂ કરવામાં આવી છે. શાળાઓ માટે ચાલી રહેલા ભગવદ ગીતા કાર્યક્રમના ભાગ રૂપે, આ પહેલ અંતર્ગત આ અગાઉ શૈક્ષણિક સંસ્થાઓમાં ઘણા પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે, અને આવતા વર્ષે વધુ 1,000 નકલો વિતરણ કરવાની યોજના છે.
બાકીના પુસ્તકોને સ્પોન્સર કરવા માટે સમર્થકોને પ્રતિ નકલ £2 ની ભલામણ કરવામાં આવી છે. કઇ શાળાઓને કયા પુસ્તકો આપવામાં આવ્યા તે સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવશે. જસ્ટ ગીવીંગ અપીલ દ્વારા £10,000ના લક્ષ્ય સામે અત્યાર સુધીમાં £4,853 એકત્ર કરવામાં આવ્યા છે.
હરે કૃષ્ણ પ્રોજેક્ટે જણાવ્યું હતું કે તેની વર્ષભરની પ્રવૃત્તિઓમાં શાળાની મુલાકાતો, જાહેર કાર્યક્રમો, પુસ્તક વિતરણ અને ડિજિટલ સામગ્રીનો સમાવેશ થાય છે.
આપ પણ સખાવત કરવા માંગતા હો તો આ લિંક પર કરી શકશો. https://www.justgiving.com/crowdfunding/theharekrishnaproject?utm_medium=CF&utm_source=CL













