REUTERS/Kent Nishimura

અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પે બ્રિટિશ સૈનિકો સહિત નાટો સૈનિકો “મોરચાથી થોડા દૂર રહ્યા” હોવાનું ખોટી રીતે સૂચવ્યા બાદ વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માફી માંગવા હાકલ કરી છે.

સમગ્ર યુકેમાં વ્યાપક ગુસ્સો ફેલાવનાર આ આ ટિપ્પણીઓને કેર સ્ટાર્મરે “અપમાનજનક અને સ્પષ્ટપણે ભયાનક” ગણાવી હતી અને બે દાયકાના અભિયાનમાં મૃત્યુ પામેલા 457 બ્રિટિશ લશ્કરી કર્મચારીઓ અને અમેરિકનો સાથે સેવા આપનારા હજારો નાટો સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અફઘાનિસ્તાનમાં બે પ્રવાસ કરનારા પ્રિન્સ હેરીએ કહ્યું કે બ્રિટિશ અને સાથી દળોના બલિદાન “સત્ય અને આદર સાથે બોલવાને પાત્ર છે.” યુરોપિયન નિવૃત્ત સૈનિકોએ પણ ટ્રમ્પને તેમની સેવાઓને નજરઅંદાજ કરવા બદલ માફી માંગવા હાકલ કરી હતી.

સ્ટાર્મરના ઉગ્ર વિરોધ બાદ યુએસ રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે બ્રિટિશ સૈનિકો “ખૂબ બહાદુર” અને “બધા યોદ્ધાઓમાં મહાન” હતા. જોકે તેમણે સંપૂર્ણ માફી માંગી ન હતી.

હોમ સેક્રેટરી શબાના મહમૂદે પણ ટ્રમ્પના નિવેદનને વખોડ્યું હતું.

LEAVE A REPLY