આગામી મહિને મળનારી વૈશ્ચિક આરોગ્ય સંસ્થાની વાર્ષિક બેઠક બાદ ભારત વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના વડામથકે નેતાગીરીની ભૂમિકા અપનાવશે. વિશ્વ અને યુનાટેઇડ નેશન્સની એજન્સી અતિ ચેપી સાર્સ-કોવર વિષાણુ આગળ ફેલાતો અટકાવવા ઝઝુમી રહ્યા છે ત્યારે હૂના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરપર્સન તરીકે ભારતના પ્રતિનિધિની નિમણૂક થશે.
કોવિડ-19 મહામારીથી વિશ્વમાં અત્યાર સુધીમાં 180,000 માણસો માર્યા ગયા છે, અને 26 લાખ લોકોને સંક્રમણ થયું છે. આ કારણે દેશોને લોકડાઉન કરવું પડ્યું છે, અને એથી વિશ્વને ચાલુ વર્ષે 1 લાખ કરોડ ડોલરનું નુકસાન થશે.
વર્લ્ડ હેલ્થ એસેમ્બલી કોન્ફરન્સ બાદ 22 મેએ મળનારી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભારત મુખ્ય ભૂમિકા ધારણ કરશે. મે મહિનામાં એક વર્ષની મુદત બાદ જાપાન અને નેતાગીરી છોડી રહ્યું છે. ભારત તેનું અનુગામી બનશે.
હૂના સાઉથ-ઇસ્ટ એશિયા ગ્રુપે ગત વર્ષે ભારતને સર્વાનુમતે નવી દિલ્હીને ત્રણ વર્ષની મુદત માટે એક્ઝિક્યુટિવ બોર્ડમાં સામેલ કરવા દરખાસ્ત કરી ત્યારે ભારત ચેરપર્સન બને તે નક્કી થયું હતું. પ્રાદેશિક જૂથોના દેશો વચ્ચે વારાફરતી ચેરપર્સનની વહેંચણી થાય છે. અને એ મુજબ જૂથે ભારતની નિયુક્તિ કરી હતી.
34 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડના પક્ષ તરીકે ભારતના પ્રતિનિધિ ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ સાથે ગાઢ રીતે કામ કરશે. ત્રણ વર્ષ સુધી ભારત એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહેનાર હોઇ, ભારતનો હૂના આગામી ડાયરેક્ટર જનરલની નિમણૂંકમાં રહેશે. મે 2021માં હાલના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસની મુદત પૂરી થઇ રહી છે.