ભારતમાં લોકડાઉન-ટુ એ તેના અંતિમ દિવસોમાં છે તે સમયે કોરોના કેસમાં આવેલી મોટી વૃધ્ધિએ સરકાર માટે મોટી સમસ્યા ઉભી કરી છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા 1993 કેસ તથા વધુ 73 લોકોના મૃત્યુ નોંધાયા છે.
જેના કારણે દેશમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા 34043 જયારે કુલ મૃત્યુ 1147 થયા છે હાલ 8889 લોકોને સારવારમાંથી મુકિત અપાઈ છે. મહારાષ્ટ્ર એ દેશમાં કોરોનોમાં સૌથી અગ્રણી રાજય છે જેમાં કુલ પોઝીટીવ કેસ 12730 નોંધાયા છે અને તેમાં 10498 એકટીવ કેસ છે તો 1773 લોકો પુરી રીતે સ્વસ્થ થયા છે અને રાજયમાં 459 લોકો જીવન ગુમાવી ચુકયા છે.
દિલ્હીમાં એક તબકકે કોરોનાને બ્રેક લાગી ગઈ હોય તેવા દ્રશ્યો હતા પણ હવે 3515 એકટીવ કેસ અને 59 મોતથી તે દેશમાં ત્રીજા નંબરે છે. તો ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત એ સૌથી વધુ પ્રભાવીત રાજય છે. ગુજરાતમાં 4395 પોઝીટીવ કેસ છે.