“પૂરતા પ્રમાણમાં વ્યાપક ટેસ્ટીંગની ગેરહાજરી હોવા છતાં શાળાઓને સપ્ટેમ્બર 2020માં ફરીથી શરૂ કરવામાં આવશે તો બ્રિટનમાં આ ડીસેમ્બર 2020માં કોવિડ-19નું બીજુ મોજું ફાટી નીકળશે અને તેની ગંભીરતા ઓરીજીનલ કોવિડ-19 કરતા ડબલ કે 2.3 ગણી હશે તેમ યુનિવર્સિટી કૉલેજ લંડન અને લંડન સ્કૂલ ઑફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધનકારોએ જણાવ્યું છે. આવા સંજોગોમાં રીપ્રોડક્શન રેડ 1 કરતા વધી જશે.
વાલીઓ કામ પર જઇ શકે તે માટે શાળાઓ સંપૂર્ણપણે અથવા અંશીક ધોરણે ખોલવામાં આવે તો શું થઇ શકે તે વિશે તેમણે મોડેલિંગ કર્યું હતું. તેમણે તારણ કાઢ્યું હતું કે જો આ લક્ષણો ધરાવતા 75 ટકા લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવે અને તેમના સંપર્કોના 68 ટકા લોકોને શોધી કાઢવામાં આવે અથવા તો લક્ષણો ધરાવતા 87 ટકા લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવે અને તેમાંના 40 ટકા લોકોના સંપર્કોને શોધી કાઢવામાં આવે તો વાયરસના બીજા મોજાને અટકાવી શકાય છે.
આ અભ્યાસના મુખ્ય લેખક, જસ્મિના પાનોવ્સ્કા-ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે ‘’ઇંગ્લેન્ડમાં ટ્રેસ એન્ડ ટ્રેસ સિસ્ટમ હાલના કોવિડ-19નો પોઝીટીવ ટેસ્ટ કરાવનાર લોકોના લગભગ 50 ટકા સંપર્કો સુધી જ પહોંચી રહી છે. ખરાબ પરિસ્થિતિ હજી પણ ટાળી શકાય છે. જો ચેપ ધરાવતા પૂરતા લોકોનું નિદાન થાય અને ત્યારબાદ તેમના સંપર્કો શોધીને તેમને અસરકારક રીતે આઇસોલેટ કરવામાં આવે તો રોગચાળાનું બીજુ મોજુ ટાળવાનું શક્ય છે.’’
સપ્ટેમ્બરની શરૂઆતમાં બધા વિદ્યાર્થીઓ યુકેની શાળાઓમાં પાછા ફરે તે રાષ્ટ્રીય અગ્રતા છે તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું છે.