કોવિડ-19ના કારણે વેચાણમાં ઘટાડો થતા ડબલ્યુએચ સ્મિથ અને મેકેઝ તરીકે ઓળખાતી ક્લોધીંગ ચેઇન એમ એન્ડ કંપની દ્વારા 1,900 નોકરીઓમાં કાપ મૂકવામાં આવનાર છે. ડબલ્યુએચ સ્મિથની ટ્રાવેલ શોપ પણ સંઘર્ષ કરી રહી છે જ્યારે કપડાંના રિટેલર એમ એન્ડ કંપની પોતાના 47 સ્ટોર્સ બંધ કરશે.

ડબ્લ્યુએચ સ્મિથ કહે છે કે ‘અમારા હાઇ સ્ટ્રીટ પરના બિઝનેસમાં થોડીક પ્રગતિ થઈ છે પણ સાથે સાથે લો ફુટફોલના નીચલા સ્તરથી પ્રતિકૂળ અસર થઇ છે. સેન્ડવીચથી માંડીને પુસ્તકો, અખબારો અને સ્ટેશનરી વેચનાર ડબલ્યુએચ સ્મિથ 14,000 જેટલા મજબૂત વૈશ્વિક વર્કફોર્સમાંથી લગભગ 15%  એટલે કે 1,500 લોકોને છૂટા કરનાર છે. જ્યારે મેકેઝ 215 શોપ ખુલ્લી રાખશે પણ પોતાના 2,600 જેટલા કર્મચારીઓમાંથી 400ને છૂટા કરશે.

ટ્રાવેલ એજન્ટ હેઝ અને રિટેલર ડીડબ્લ્યુ સ્પોર્ટ્સે સોમવારે અને મંગળવારે પિઝા એક્સપ્રેસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ડિક્સન્સ કારફોને નોકરીઓની છટણી કરી હતી.