કોરોના વાઇરસના કારણે બ્રાઝિલમા મૃત્યુનો આંક 1 લાખને પાર થઇ ગયો છે. કોરોનાથી થયેલા મોતના આંકડાના કારણે અમેરિકા બાદ બ્રાઝિલ બીજા નંબર પર છે. બ્રાઝિલમા હજુ સુધી 1 લાખ 477 લોકોના મૃત્યુ થઇ ગયા છે. જ્યારે, સમગ્ર દુનિયામા મૃત્યુ પામનારનો આંકડો 7 લાખ 22,000 સુધી પહોંચી ગયો છે.
21 કરોડની વસ્તીવાળા દેશમા મે મહિના બાદ આ મહામારીના કારણે દરરોજ 1000થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને શુક્રવાર રાત સુધીમા કુલ 99,572 લોકો મૃત્યુ પામ્યા. સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના કુલ 2,962,444 કેસો આવ્યા છે.સંક્રમણ અને મોતના કેસોમા અમેરિકા બાદ બ્રાઝિલ બીજા નંબરે છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે, બીજા કેટલાક દેશોની જેમ અહીં પૂરતી તપાસના અભાવે કેસોની વાસ્તવિક સંખ્યા અને મોતના સાચા આંકડા સામે આવતા નથી.
ખુદ કોરોના વાઇરસ પોઝીટીવ થયેલા રાષ્ટ્રપતિએ જેર બોલસોનારો આ બીમારીની અસર વિશે સતત શંકામા રહ્યા છે અને અર્થવ્યવસ્થા પર સતત પ્રતિબંધો હટાવી રહ્યા છે. તેઓ સતત ભીડમા જોવા મળ્યા છે અને કેટલીક વાર તો માસ્ક વગર જોવા મળ્યા છે. દેશમા કોરોનાથી થયેલા મૃત્યુનુ મને દુ:ખ છે, આંકડો 1,00,000ની સંખ્યા સુધી પહોંચી ગઇ છે, પરંતુ અમે આનુ સમાધાન શોધી લઇશુ.
આ મહામારીની વચ્ચે બ્રાઝીલમા સેનાના જનરલ એડુઆર્ડો પાજુએલો કાર્યકારી સ્વાસ્થ્ય મંત્રી છે. તેના પહેલા બે સ્વાસ્થ્ય મંત્રીઓ મલેરિયાની સારવારમા ઉપયોગ થનાર દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિન તેમજ સામાજિક અંતરના ઉપાયોને લઇને બોલસોનારોના સાથે ચાલી રહેલા મતભેદોના કારણે રાજીનામુ આપી દીધુ હતુ.
કોવિડ-19ને સામાન્ય તાવ ગણનાર બોલસોનારોએ કહ્યુ કે, તેઓ આ દવાના ઉપયોગથી સંક્રમણને દૂર કરી શકે છે. બ્રાઝિલમા 27 મે બાદ વધુ રાજ્યોમા દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલવા લાગ્યા. રિયોમા શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટ પહેલેથી જ ખુલ્લા છે અને લોકો સમુદ્ર કિનારે ફરી રહ્યા છે.