કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને કારણે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે. ડિરેક્ટોરલ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ બુધવારે આ અંગેનો નિર્ણય કર્યો હતો.
જો કે આ પ્રતિબંધ સ્પેશિયલ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનોને લાગુ નહીં થાય. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો બાદ દુનિયાના વિવિધ દેશોએ બ્રિટન ઉપર હવાઇ પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ભારત પણ સામેલ હતું. ભારતે હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ પણ લંબાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દેશમાં ભારતે 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મુક્યો હતો. વંદે ભારત મિશન અને વિશેષ ફ્લાઇટો સિવાય હજુ સુધી તે પ્રતિબંધ યથાવત હતો. હવે આ પ્રતિબંધને એક મહિનો વધારી દેવામાં આવ્યો છે.