ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ મંગળવારે જાહેર કરાયા હતા.આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં ૮૧ ટકા અસરકારક પુરવાર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિન જ લીધી હતી.

ભારત બાયોટેકનો દાવો છે કે આ રસી નવા વાઇરસને રોકવામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે. કંપનીએ જારી કરેલી માહિતી મુજબ ત્રીજા તબક્કામાં ટ્રાયલમાં આશરે ૨૫,૮૦૦ લોકોનો સમાવેશ કરાયો હતો જેમને આ રસી આપવામાં આવી હતી અને બાદમાં તેમના શરીર પર તેની કેટલી અસર થઇ તેની તપાસ કરવામાં આવી હતી. આ ટ્રાયલને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટ્રાયલ પણ માનવામા આવે છે. સરકારે પહેલા જ આ રસી આપવાનું શરૂ કરી દીધુ છે અને અનેક લોકોને રસી અપાઇ ચુકી છે.