ઓમિક્રોન કોરોનાવઇયરસના ચેપ અને મુસાફરી પરના સખત પ્રતિબંધોના કારણે ડિસેમ્બરમાં હીથ્રો એરપોર્ટ પર 600,000 એર ટ્રાવેલ બુકિંગ રદ કરાયા હતા.
યુકેના સૌથી વ્યસ્ત એવા હીથ્રો એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન હોલેન્ડ-કેએ જણાવ્યું હતું કે ‘’ઉદ્યોગમાં કટોકટી અને પ્રવાસીઓ જે અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે તેનું પરિણામ છે. સામાન્ય સ્થિતિમાં પાછા ફરવું “વર્ષો દૂર હોઈ શકે છે”.
2021માં માત્ર 19.4 મિલિયન મુસાફરોએ હિથ્રોની સેવાઓનો લાભ લીધો હતો. જે 2020માં રોગચાળો શરૂ થયો તેનાથી 12.3 ટકા ઓછું અને 2019ના પ્રી-પેન્ડેમિક સ્તર કરતા 25 ટકા સંખ્યા ઓછી હતી.
નવેમ્બરના અંતથી, યુકેમાં આવતા તમામ પ્રવાસીઓએ પ્રિ-ડિપાર્ચર લેટરલ ફ્લો ટેસ્ટ કરવો જરૂરી હતો અને પોસ્ટ-અરાઇવલ પીસીઆર ટેસ્ટનું પરિણામ નેગેટીવ ન આવે ત્યાં સુધી સેલ્ફ આઇસોલેટ થવું જરૂરી હતું. જેને કારણે ઘણા લોકોએ તહેવારોના સમયગાળા દરમિયાન તેમની મુસાફરીની યોજનાઓ રદ કરી દીધી હતી. ગયા અઠવાડિયે સંપૂર્ણ રસી લેનાર લોકોના આગમન માટે નવા નિયમો હળવા કરવામાં આવ્યા હતા.
સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ 1 જાન્યુઆરીથી હિથ્રોની પેસેન્જર દીઠ કિંમતની મર્યાદા £19.60 થી વધારીને £30.19 કરી છે. CAA આગામી સપ્તાહોમાં ઉનાળાથી 2027 સુધી ચાલતી લાંબા ગાળાની કેપની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.